________________
મને એ મગજમાં બેસી ગયું. મેં છાપા વાંચવાનું શરૂ કર્યું, પણ મારું મન અનેકાનેક વિચારોથી ઘેરાઈને વિક્ષિપ્ત બનવા માંડ્યું. છાપા એટલે આખી દુનિયાનો કચરો ! મને લાગ્યું ઃ આમાં મારું કામ નહિ. મેં છાપા વાંચવાનું બંધ કર્યું.
લોકોને ગમે એવું નથી બોલવાનું. ભગવાનની વાત કહેવાની છે. જીવનમાં ભાવિત બનાવીને કહેવાની છે. એની અસર કોઈ જુદી જ પડે.
પૂ. પ્રેમસૂરિજી મ.સા. વ્યાખ્યાનકારોને કહેતા : અલ્યા, આમાં આગમની વાતો તો કાંઈ ન આવી.
- અમદાવાદમાં હું બે વાર વ્યાખ્યાન આપવા માંડ્યો. કોઈએ કહ્યું : બંધ કરો. એકવાર વ્યાખ્યાન બસ છે. લોકો કંઈ પામી જવાના નથી.
બોલવાથી ઉર્જા ઘણી વપરાય છે. મીનથી ઉર્જા બચે છે. એ વાત મોટી ઉંમરે સમજાય છે.
જામનગરમાં પ્રથમ વખત અધ્યાત્મસાર + કુમારપાળ વ્યાખ્યાનમાં વાંચ્યું. બીજા ચાતુર્માસમાં વૈરાગ્યકલ્પલતા.
• પૂ. જંબૂવિજયજી મ.સા. જેવા વિદ્વાન પણ આજે રોજ ૨૦ માળા ગણીને જ પાણી વાપરે છે. ભગવાનની ભક્તિ પણ કેટલી જોરદાર ? માટે જ એમનું કહેલું અસરકારક બને છે.
૦ ગૌતમસ્વામી મ૨ણાસત્ર શ્રાવકને માં ગલિક સંભળાવવા ગયેલા. પછી ભગવાને કહ્યું : “એ મરીને પત્નીના કપાળમાં કીડો બન્યો છે. કારણ કે મૃત્યુ વખતે એનું ધ્યાન ત્યાં જ હતું. જ્યાં આપણું મન રહેશે ત્યાં જવું પડશે.
કેટલું સારું જો મરણ વખતે પણ આપણું મન પ્રભુમાં રહે !
- સામાન્ય જાતિથી પ્રભુ સાથે આપણે એક છીએ. વિશેષથી અલગ છીએ.
» મન માટેના ત્રણ આલંબન : (૧) અભિરૂપ (મનોરમ) જિનપ્રતિમાઃ તમારું મન પ્રતિમામાં સ્થિર હોવું જોઈએ. તો ચૈત્યવંદન પણ વિશિષ્ટ યોગ બની જાય.
*
ગં
*
*
*
*
*
*
*
* ૧૯