________________
(અસંગ) થઈ શકવાના.
પ્રીતિ અને ભક્તિમાં પત્ની અને માતાના પ્રેમ જેવો તફાવત છે. ભક્તિમાં પ્રીતિ છે જ. વચનમાં પ્રીતિ અને ભક્તિ બંને છે. અસંગમાં પ્રીતિ, ભક્તિ અને વચન ત્રણેય છે. ૧૦૦૦ રૂપિયામાં ૧૦૦, ૧૦,૦૦૦માં ૧૦૦૦, ૧,૦૦,૦૦૦ રૂ.માં ૧૦,૦૦૦ રૂ. સમાઈ ગયા છે તેમ. ખરેખર તો હજાર રૂપિયા જ વધતાં વધતાં લાખ રૂ. બન્યા છે. એ જ રીતે પ્રીતિ જ આગળ જતાં અસંગરૂપે બને છે. આપણે છદ્મસ્થ છીએ. આપણો કોઈ પર પ્રેમ વધુ કે કોઈ પર ઓછો હોય તેમ બની શકે, પણ વીતરાગ પ્રભુનો સર્વ પર નિર્વિશેષ (સમાનરૂપે) પ્રેમ વરસી રહ્યો છે. ‘આ મારા, આ તારા. આ વહાલા, પેલા દવલા’ એવો ભેદ પ્રભુના દરબારમાં નથી. જેમણે પ્રભુને ચાહ્યા, સેવ્યા, માન્યા તેમના પર પ્રભુ વરસી પડ્યા છે. તેમાં ભગવાને પક્ષઘાત નથી કર્યો ! કોઈ બારી-બારણા ખોલીને સૂર્યનો પ્રકાશ વધુ મેળવી લે કે કોઈ બારી-બારણા બંધ કરીને અંધકારમાં અથડાયા કરે તેમાં સૂર્યનો દોષ નથી. સૂર્ય તો પ્રકાશ રેલાવી જ રહ્યો છે. પ્રકાશમાં જીવવું કે અંધકારમાં ? તે તમારે જાતે નક્કી કરવાનું છે. ભગવાન સર્વત્ર કૃપાનો પ્રકાશ રેલાવી રહ્યા છે. કેટલો મેળવવો ? તે આપણે નક્કી કરવાનું છે. માત્ર આપણે જ. તીર્થના ઉચ્છેદના આલંબનથી પણ અયોગ્યને સૂત્રો આપવાની યોગાચાર્યો ના પાડે છે.
હમણા શશીકાન્તભાઈને પૂછ્યું : ‘કેમ હમણા પરદેશ જવાનું બંધ કર્યું ?'
તેમણે કહ્યું : ‘કોઈ મતલબ નથી. એ લોકોમાં ધર્મ કે ધ્યાનની વાતો સમજવાની સ્વાભાવિક પાત્રતા જ નથી. ત્યાં જઈને માત્ર કંઠ-શોષ કરવાનો છે. એના કરતાં મૌન રહીને સાધના કરીએ તે સારું છે.'
સાચી વાત છે. કાચા ઘડામાં પાણી ન નખાય. સડેલી કૂતરીને કસ્તૂરી ન લગાડાય. અયોગ્યને સૂત્ર ન અપાય.
કહે કલાપૂર્ણસૂરિ-૧
૧૧