________________
જો આપણે શરીરને આત્મા માનીએ છીએ તો બહિરાત્મા છીએ. જો આત્માને આત્મા માનીએ છીએ તો અંતરાત્મા છીએ. જો કેવળજ્ઞાન મેળવી લીધું છે તો પરમાત્મા છીએ.
આપણા મોટા ભાગનો ભૂતકાળ “બહિરાત્મા” અવસ્થામાં ગયો. આપણો વર્તમાન “અંતરાત્મા' હોવો જોઈએ. આપણો ભવિષ્યકાળ “પરમાત્મા’ હોવો જોઈએ.
થર્મોમીટર તાવને માપવા માટે છે, અલમારીને શોભાવવા નહિ. આગમો આત્માને જોવા માટે છે, અલમારીને શોભાવવા નહિ.
દેહાધ્યાસ દેહને જ આપે. ભગવદધ્યાસ ભગવાન આપે. દેહાધ્યાસ દેહને જ આપે એટલે કે જન્મ-મરણના ચક્કર ચાલુ જ રહેશે. જયાં સુધી દેહમાં આત્મબુદ્ધિ હશે ત્યાં સુધી દેહ મળ્યા જ કરશે. દરેક જન્મમાં દેહ મળ્યા જ કરે. દેહ – અધ્યાસ ટળે, આત્મા ઓળખાય તો જ “આત્મા’ મળે, પરમાત્મા’ મળે.
૦ દિવસમાં સાધુએ સાત વાર ચૈત્યવંદન કરવાના છે. એ ભક્તિયોગની પ્રધાનતા દર્શાવે છે. ચૈત્યવંદન ભાષ્ય ભક્તિયોગના મંદિરનું પ્રથમ સોપાન છે.
ચૈત્યવંદન પ્રભુ સાથે વાતચીતની કળા છે, એટલું જ નહિ, સ્વયં પ્રભુ બનવાની કળા છે.
જ આવશ્યક નિર્યુક્તિમાં “ચંદું જ્ઞાનેન્ટિં' માં ધ્યાનવિચાર તથા પંચવસ્તકમાં “સ્તવ પરિજ્ઞા” આ બે ગ્રંથો હરિભદ્રસૂરિજીની અણમોલ ભેટ છે.
કર્મ સાહિત્ય પછી જાણો. પહેલા દેવ-ગુરુ અને ધર્મને જાણો.
દેવને જાણવા ચૈત્યવંદન ભાષ્ય.
ગુરુને જાણવા ગુરુવંદન ભાષ્ય. ધર્મ (તપ)ને જાણવા પચ્ચખાણ ભાષ્ય. ત્રણ ભાષ્ય પછી કર્મગ્રંથ ભણવાની આપણી પદ્ધતિનું રહસ્ય આ છે.
કહે
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૯