________________
(૫) અપાદાન : આત્મ-સ્વરૂપનો અવરોધ. ક્ષાયોપથમિક ગુણોની હાનિ થવી તે. સ્વરૂપથી છુટા પડવું.
(૬) આધાર : આવી અનંત અશુદ્ધિઓનું આશ્રયસ્થાન આત્મપ્રદેશો.
આ કારક-શક્તિઓનું કામ અનાદિકાળથી ચાલુ છે. આપણી જ કારક શક્તિઓ આપણું નુકશાન કરી રહી છે.
સ્વ-ગુણ આયુધ થકી કર્મ ચૂરે, અસંખ્યાત ગુણી નિર્જરા તેહ પૂરે; ટલે આવરણથી ગુણ વિકાસે, સાધના શક્તિ તિમ તિમ પ્રકાશે.” ! ૨૯ છે.
છએ કારક સૌ પ્રથમ ભગવન્મય બને ત્યારે બધું બદલવા માંડે. આથી સ્વગુણરૂપી શસ્ત્રો પેદા થયા. એ શસ્ત્રો કર્મના ભુક્કા બોલાવી દે. પછી તો સાધક અસંખ્યાતગુણી નિર્જરા કરતો રહે. ક્ષણે-ક્ષણે નિર્જરાનો પ્રકર્ષ વધતો જાય.
ધ્યાનમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એક થઈ જાય છે. કોઈ પણ કાર્ય જીવ કરે છે ત્યારે બધી જ શક્તિઓ એકી સાથે કામ કરવા લાગે છે. ચાહે એ કામ શુભ હોય કે અશુભ. આત્મ-પ્રદેશોમાં કદી અનેકતા નથી હોતી. બધા સાથે મળીને જ કામ કરે. મિથ્યાત્વ વખતે જ્ઞાનાદિ શક્તિ - મિથ્યાજ્ઞાનાદિ શક્તિઓ કહેવાય છે. સમકિતની હાજરીમાં તે સમ્યગ જ્ઞાનાદિ શક્તિઓ કહેવાય છે.
પૂ. દેવચન્દ્રજી અભ્યાસી ઉદાર પુરુષ હતા. પોતે ખરતરગચ્છીય હોવા છતાં તપાગચ્છીય ઉપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા રચી છે તેમ તપાગચ્છીયા જિનવિજયજી, ઉત્તમવિજયજીને એમણે વિશે ગાવશ્યક, અનુયોગદ્વાર આદિ ભણાવ્યા પણ છે.
- પરમ દિવસે ભદ્રગુપ્તસૂરિજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. અમારા જૂના પરિચિત હતા. હિન્દી - ગુજરાતી સાહિત્યના મોટા સર્જક હતા. એમના ગ્રંથો આજે પણ લોકો પ્રેમથી વાંચે છે. હમણા છેલ્લે અમે અમદાવાદમાં મળી પણ આવ્યા. એમનો આત્મા જ્યાં હોય ત્યાં સમાધિ પ્રાપ્ત કરે, પરમપદ નિકટ બનાવે.
૫૮૦
+
ઝ
=
*
*
*
* *
* * કહે
* કહે કલાપૂર્ણસૂરિ-૧