________________
એનો ભરોસો નહિ : જ્યારે જતા રહે.
ભગવાનની આજ્ઞા એટલે ગુરુની આજ્ઞા.
ભગવાનની આજ્ઞા તમે પાળી રહ્યા છો, તેની, ગુરુ ખાતરી આપી શકે. ગુરુ આગમાનુસારી જ હોય.
આ બધું તથાભવ્યતાના પરિપાકથી જ થાય છે. એ માટે ચતુઃ શરણગમનાદિ માટે આપણે જ પ્રયત્ન કરવો પડે.
- વૈરાગ્યાદિ ગુણોથી તથાભવ્યતાનો પરિપાક જણાય. | મુમુક્ષુમાં વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. બહુ મોહમાં ફસાવા જેવું નથી. આજનો મુમુક્ષુ તમારો શિષ્ય તો નહિ બને, ગુરુ ન બની બેસે તે જોશો. માત્ર બુદ્ધિ નહિ, એની પરિણતિ જોજો.
રત્નોનો હાર બનાવવો હોય તો છિદ્ર દ્વારા દોરો પરોવવો જોઈએ. અહીં પણ કર્મમાં કાણું (ગ્રંથિભેદ) પડવું જોઈએ. તો જ ગુણ-રત્નની માળા બની શકે.
૪ ગ્રંથિભેદનો પદાર્થ કથા દ્વારા સમજવો હોય તો સિદ્ધષિ કૃત ઉપમિતિ ગ્રંથનો પ્રથમ પ્રસ્તાવ વાંચજો. અદ્ભુત વર્ણન છે !
૨૧ વાર બૌદ્ધ સાધુ બનવા તૈયાર થયેલા સિદ્ધર્ષિ વારંવાર ગુરુના આગ્રહથી રોકાઈ જતા. છેલ્લી વખતે લલિતવિસ્તરા ગ્રંથ વાંચવાથી એમનો આત્મા જાગૃત થઈ ઊઠ્યો. વીતરાગ પ્રભુની અનંત કરુણા દેખાઈ. બુદ્ધની કરુણા ફીકી લાગી.
વિ.સં. ૨૦૧૭-૧૮માં પૂજયશ્રીને ભણાવનાર જામનગરથી આવેલા પં. વ્રજલાલજી ઉપાધ્યાય : 'विषं विनिर्धूय कुवासनामयं, व्यचीचरद् यः कृपया ममाशये । अचिंत्यवीर्येण सुवासना-सुधां, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥'
- સિદ્ધાર્ષિ
કુશાસ્ત્રોના ઝેરને દૂર કરીને જેમણે મારા અંતઃકરણમાં અચિંત્ય શક્તિથી સુસંસ્કારનું અમૃત ભર્યું, તે હરિભદ્રસૂરિને નમસ્કાર થાઓ.'
- ન્યાયાવતાર - ટીકાનું મંગલાચરણ
પ૦૪
*
* *
*
* *
* * *
* કહે