________________
માટે દર્પણ છે. જેમાં નિરીક્ષણ કરતાં તરત જ આપણા દોષો દેખાવા લાગે.
ક્રોધના આવેશમાં હોઈએ ને ભગવાનની શાંત પ્રતિમા જોઈએ ત્યારે આપણે કેવા લાગીએ? ક્યાં શાંતરસમય પ્રભુ? ક્યાં ક્રોધથી ધમધમતો હું ?
ભગવાનના આગમો વાંચતાં પણ આપણા અઢળક દોષો સ્પષ્ટ દેખાય. - દર્પણ કોઈ જ પક્ષપાત કરતો નથી. તમે રડતા હો તો તમારું મોં રડતું બતાવે. હસતા હો તો હસતું બતાવે. ભગવાનની મૂર્તિ અને આગમ પણ કોઈ પક્ષપાત કરતા નથી. જે “છે' તે જ બતાવે છે.
છે. ભગવાનની પૂજા વસ્તુતઃ આત્માની જ પૂજા છે.
ગુરુ કે ભગવાન પોતાનો વિનય કરાવતા નથી, કે પોતાની પૂજા કરાવતા નથી, પણ સાધકનો આ જ માર્ગ છે : એ પૂજા-વિનય કરતો જાય તેમ તેનો સાધનાનો રસ્તો સ્પષ્ટ બનતો જાય, એને પોતાને જ લાભ થતો જાય.
માટે જ “જેહ ધ્યાન અરિહંત કો સોહી આતમધ્યાન.' એમ કહેવાયું છે. માટે જ પ્રભુના ગુણોમાં મગ્નતા તે વસ્તુત: આત્મામાં જ મગ્નતા છે, એમ જણાવાયું છે.
જેને આત્મામાં રમણતારૂપ અમૃત મળી ગયું તેને પરભાવનો વિચાર હળાહળ ઝેર લાગે.
સ્વભાવદશા અમૃત છે. વિભાવદશા ઝેર છે. ઝેર છોડીને અમૃત-પાન કરો, એટલી જ શીખામણ છે. 'यस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मग्नता । विषयान्तर - सञ्चारस्तस्य हालाहलोपमः ॥'
જ્ઞાન અમૃતનો દરિયો છે. એ પરબ્રહ્મરૂપ છે. એમાં જે ડૂબી ગયો તેને બીજા વિષયો હળાહળ ઝેર જેવા લાગે.
પ૬૮
*
*
*
*
*
*
*
* *
* * *
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
* કહે