________________
अपने शिष्य-गण के साथ पूज्यश्री, भचाव- अंजनशलाका, वि.सं. २०५५
કારતક સુદ ૧૦ ૧૮-૧૧-૧૯૯૯, ગુરુવાર
અધ્યાત્મ ગીતા :
વ્યવહારથી જીવ ભલે બંધાયેલો છે, પણ નિશ્ચયથી એ અલિપ્ત છે. કારણ કે બધા જ દ્રવ્યો પરસ્પર અપ્રવેશી છે. અનાદિકાળથી જીવ અને પુગલ સાથે હોય, છતાં જીવ પુગલ નથી બનતો અને પુદ્ગલ જીવ નથી બનતો.' આવી વાતો જાણતો હોવાથી અલિપ્ત સાધક મોહનો પરાજય કરે છે. મોહને જીતવાના આ તીક્ષ્ણ શસ્ત્રો છે.
જ્ઞાનસાર વ્યવહાર અને નિશ્ચય બંનેના સંતુલનવાળો અદ્ભુત ગ્રંથ છે. સાધક માટે ખૂબ જ ઉપયોગી છે. માટે જ પૂ. દેવચન્દ્રજીએ યશોવિજયજીને ભગવાન કહીને તેના પર “જ્ઞાનમંજરી ટીકા લખી છે. જ્ઞાનસાર સર્વમાન્ય ગ્રંથ છે.
- જે પુદ્ગલો સ્વથી ભિન્ન છે, તેના પર પ્રેમ શો? તેના પર આસક્તિ શી? એમ અપ્રમત્ત મુનિ જાણે છે. જયારે આપણને પુદ્ગલો પર ગાઢ આસક્તિ છે, પુગલો પોતાના લાગે છે.
૫૬૬
*
*
*
*
*
*
* *
* * * કહે