________________
ધર્મરાજા તરફથી સ્વર્ગ-અપવર્ગ મળશે. મોહરાજ તરફથી કમીશનરૂપે સંસાર-ભ્રમણ મળશે.
વિનિયોગ ઉત્કૃષ્ટ કક્ષાએ કરે તેને ધર્મરાજા ભગવાન બનાવે. વિનિયોગ ઓછી માત્રાએ થતો જાય તેમ તેમ તેને ગણધર, યુગપ્રધાન, આચાર્યાદિ પદ આપતા જાય.
અધ્યાત્મ ગીતા : ચેતન અતિ સ્વભાવમાં, જેહ ન ભાસે ભાવ, તેહથી ભિન્ન અરોચક, રોચક આત્મ સ્વભાવ; સમકિત ભાવે ભાવે, આતમ શક્તિ અનંત, કર્મ - નાશન ચિંતન, નાણે તે મતિમંત.” | ૨૪
- જ્ઞાન – ધ્યાનમાં મસ્ત અપ્રમત્ત મુનિ મોહથી ન ડરે, કર્મથી ન ડરે, કોઈ દુર્ભાવ પેદા કરવાની શક્તિ એ કર્મોમાં નથી હોતી. ઉર્દુ એ કર્યો મુનિથી ડરે : જ્યારે અહીંથી ભાગી છૂટીએ.
આ દશામાં વિભાવદશાથી અરુચિ, આત્મ-સ્વભાવની જ રુચિ હોય.
૦ આત્મપ્રદેશમાં કર્મ અને ગુણો બંને છે. એક અતિ સ્વભાવથી, બીજા નાસ્તિ સ્વભાવથી છે. કર્મ સંયોગ સંબંધથી વસ્ત્રની જેમ રહેલા છે. ગુણો સમવાય સંબંધથી ચામડીની જેમ રહેલા છે. ગુણો અસ્તિ સ્વભાવે અને કર્મો નાસ્તિ સ્વભાવે છે સત્તામાં ગુણો અનાદિથી છે, તેમ કર્યો પણ અનાદિથી છે.
પણ બંનેના સંયોગમાં ઘણો ફરક છે. ઘરના કુટુંબી અને નોકરોમાં ફરક ખરો ને ? વસ્ત્રમાં મેલ પણ છે ને તંતુ પણ છે, ફરક ખરો ને ?
કમ મેલ છે, ગુણો તંતુ છે. કર્મો નોકર છે, ગુણો કુટુંબીઓ છે.
આપણે ગુણોને, કુટુંબીઓને કાઢીએ છીએ, ને ઉદ્ધત નોકરોને (દોષોને) કાઢવાને બદલે પંપાળીએ છીએ.
• ડૉકટરને પૂછ્યા વિના પોતાની મેળે દવા લઈને દર્દી નીરોગી ન બની શકે, તેમ ગુરુ વિના પોતાની મેળે શિષ્ય ભાવરોગથી મુક્ત ન બની શકે.
કહે ?
*
*
*
*
*
*
*
*
* =
૫૬૫