________________
પુદ્ગલ દ્રવ્યોની રુચિ, જ્ઞપ્તિ અને રમણતાનો અનુભવ આપણને છે, પણ આત્માનો કોઈ જ અનુભવ નથી. આત્મા પોતે જ પોતાનાથી જ અજાણ છે. બધાને જોઈ શકનારી આંખ પોતાને જ જોઈ શકતી નથી.
- ચારિત્ર-પાલનથી આત્માનુભૂતિ પ્રગટે જ. ન પ્રગટે તો ચારિત્ર પાલનમાં ખામી સમજવી.
મિથ્યાત્વ અને ચારિત્ર મોહનીય (કર્મ)ની નિર્જરા થાય ત્યારે અવશ્ય આનંદ (આત્માનંદ) પ્રગટે જ. કર્મનિર્જરાને જાણવાની આ જ કસોટી છે. એ આનંદ સમતાનો, પ્રશમનો હોય.
• મોહરાજાનો ડર ત્યાં સુધી જ લાગે, જ્યાં સુધી આપણે આત્મશક્તિ અને પ્રભુ-ભક્તિની શક્તિ ન જાણીએ. બકરાના ટોળામાંના સિંહને નિજ – સિંહત્વની જાણ થઈ જાય, પછી એ શાનો ડરે ?
તપ-જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભવ હાથોહાથે, તારે તે છે સાથે રે.' - યશોવિજયજીના આ ઉદ્ગારો જુઓ.
આતમ સર્વ સમાન, નિધાન મહાસુખકંદ, સિદ્ધતણા સાધર્મિક સત્તાએ ગુણ વૃંદ; જેહ સ્વજાતિ બંધુ તેહથી કોણ કરે વધ બંધ, પ્રગટ્યો ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ. || ૨ ૨ ||
આજ સુધી જીવો પર દ્વેષ હતો તે હવે મૈત્રીમાં બદલાઈ જાય છે. જેઓ આપણું માને નહિ, આપણું અપમાન કરે તેવા, જીવો પ્રત્યે પણ પ્રેમ વહે.
અપુનબંધક (માર્ગાનુસારી)માં મિત્રાદિ ૪ દૃષ્ટિઓ આવી ગઈ. અન્ય દર્શનીઓમાં પણ આવા સાધકો મળી આવે. જે સર્વ પર પ્રેમ વરસાવતા હોય, પ્રભુને ભજતા હોય ચાહે તે અલ્લાહ, ઇશ્વર, રામ, રહીમ, કૃષ્ણ કે બીજા કોઈ નામે ઈશ્વરને પોકારતા હોય.
જુઓ “અલ્લાહ” અને “અહ”માં કેટલું સામ્ય છે ? બંનેમાં પહેલા “અ” અને છેલ્લે “હ” છે. વચ્ચે “૨નો ‘લ” થઈ
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* *
* * * *
* * * * પપ૯