________________
भीलडीयाजी (गुजरात) तीर्थे सामूहिक जाप,
આ વિસં. ૨૦૪૪, પઢાના તે . S) 2
1 |
કારતક સુદ ૬ ૧૪-૧૧-૧૯૯૯, રવિવાર
વ્યાપાર માટે મૂડી જોઈએ. વધુ મૂડી હોય તો વધુ માલ હોવાના કારણે વેપાર વધુ થાય. મૂડી એટલે જ્ઞાન. માલ એટલે ક્રિયા, વેપારનો નફો એટલે કર્મની નિર્જરા.
થોડું જ્ઞાન હોય તો પરચૂરણ વેપારી કે ફેરીયા જેટલી કમાણી (કર્મ-નિર્જરા) થાય.
ઘણું જ્ઞાન હોય તો મોટી દુકાનના વેપારીની જેમ ધૂમ કમાણી થાય.
જ્ઞાનની ખૂબ જ મૂડી રોકો. ખૂબ જ નફો થશે. એ માટે ગુરુકુલવાસ જોઈએ, એ ભૂલતા નહિ.
શ્રેષ્ઠ ગુરુકુલવાસ, શ્રેષ્ઠ સાથીઓ, શ્રેષ્ઠ (સુલક્ષણા) ઉપકરણો રાખીએ તો ખૂબ જ કર્મ-નિર્જરારૂપ નફો થાય.
આપણું જ્ઞાન ભલે ઓછું હોય, પણ અપ્રતિહત સામર્થ્યવાળા જ્ઞાની ગુરુનું જ્ઞાન આપણને કામ લાગે.
અમારા નસીબને અમે કેટલું વખાણીએ ? અનાયાસે અમને એવા ગુરુદેવ મળી ગયા.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * *
*
* * *
* * * * પપ૩