________________
ત્રણ ગુપ્તિમાં મનોગુપ્તિ સૌથી કઠણ છે. મન વાંદરાથી પણ ચપળ છે.
આંખ આદિ ઈન્દ્રિયો દ્વારા મન ચંચળ બને છે. માટે જ મન વશ કરતા પહેલા ઈન્દ્રિય - જય કરવો જરૂરી છે.
યોગશાસ્ત્રમાં... પહેલા ઈન્દ્રિય જય. પછી કષાય જય. પછી મનોજય. આ ક્રમ બતાવ્યો છે.
અમને પૂ. કનકસૂરિજીએ બે બુક, છ કર્મગ્રંથ સુધીના અભ્યાસ પછી વૈરાગ્ય શતક, ઈન્દ્રિય પરાજય શતક ઈત્યાદિ ભણવાની પ્રેરણા કરેલી. જિતેન્દ્રિય બને તે જ સાધક બની શકે, એવી તેમની ઈચ્છા.
પૂ.પં. ભદ્રંકરવિજયજી મ. ઘણી વાર કહેતા : તમારે શું બનવું છે ? વિદ્વાન કે આરાધક ? “ગીતાર્થ બનજો.” એ તેમનો મુખ્ય સૂર હતો. ગીતાર્થ બનવા જિતેન્દ્રિય બનવું પડે.
આ વાતને નજર સમક્ષ રાખીને જ “ત્રિગુપ્તિ - ગુપ્ત મુનિ એક ક્ષણમાં એટલી કર્મ-નિર્જરા કરે, જે અજ્ઞાની ક્રોડો વર્ષમાં પણ ન કરી શકે.” એમ કહેવાયું છે.
આજે જ ભગવતીના પાઠમાં આવ્યું : કાત્યાયન ગોત્રીય સ્કંધક ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે, ને ભગવાન પોતે જ તેને કઈ રીતે ચાલવું – ખાવું - પીવું – બોલવું – સૂવું ઈત્યાદિની શિક્ષા આપે છે. આ બધી સમિતિ અને ગુપ્તિની જ શિક્ષા છે.
ત્રણેય યોગોમાં કંઈ પણ ગરબડ થઈ હોય તે માટે આપણે
સબસ્સવિ દેવસિય દુઐિતિય - મનનું પાપ. દુભાસિય - વચનનું પાપ. દુચ્ચિદ્વિઅ - કાયાનું પાપ. મિચ્છા મિ દુક્કડ, આ સૂત્ર બોલીએ છીએ.
૪૮૮
+
ઝ
=
*
*
*
*
* *
* ન કહે.