________________
માત્ર પુગલનો સંબંધ નુકશાનકારક છે.
માટે જ પુગલના સંગમાં ભગવાન કહે છે : રાગ-દ્વેષ ન કરો, મધ્યસ્થ રહો.
મધ્યસ્થ રહેવું તે જ મુક્તિનો માર્ગ છે. ‘દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે.'
- ઉપા. યશોવિજયજી » જ્ઞાન વિના તમે ભક્ષ્ય કે અભક્ષ્ય, પેય કે અપેય આદિ ન જાણી શકો.
જડ ક્રિયાવાદી જ્ઞાનની નિંદા કરતાં કહે છે : 'पठितेनाऽपि मर्तव्यमपठितेनाऽपि मर्तव्यम् किं कण्ठशोषणं कर्तव्यम् ?'
ભણેલો પણ મરશે અને અભણ પણ મરશે તો વ્યર્થ કંઠશોષ શા માટે કરવો ?
આમ માની ભણવાનું મૂકી દીધું નથી ને ?
ચોપડીઓ ગમે છે, પણ તે વાંચવી ગમે છે કે માત્ર સંગ્રહ કરવાનું ગમે છે ? તમે કાંઈ નહિ ભણો તો તમારો પરિવાર શું ભણશે ?
' ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પહેલેથી અધ્યાત્મની રુચિ. આમાં “રામ રામ રામા ભણવું ક્યાં ગમે ?
પણ દઢ સંકલ્પ હતો : અનુવાદ માત્ર વાસી માલ છે. કર્તાનો સીધો આશય જાણવો હોય તો સંસ્કૃત શીખવું જ જોઈએ. ૮-૧૦ વર્ષે શીખી ગયો. ક્યાંય કંટાળો ન આવે. જ્ઞાન પોતે જ કંટાળો દૂર કરનારું છે. ત્યાં કંટાળાનો સવાલ જ ક્યાં છે ? રુચિપૂર્વક ભણીને જુઓ. એમાં રસ કેળવો. કંટાળો ક્યાંય ભાગી જશે.
૦ પહેલા જ્ઞાન પછી અહિંસા. જ્ઞાન પ્રમાણે જ તમે અહિંસાનું પાલન કરી શકો.
ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની એક શ્વાસમાં એટલા કર્મ ખપાવે કે અજ્ઞાની ક્રોડો વર્ષમાં પણ ન ખપાવી શકે.
વિષય પ્રતિભાસ, આત્મપરિણતિમત, તત્ત્વ સંવેદન, અષ્ટક પ્રકરણમાં બતાવેલા આ ત્રણ જ્ઞાનના પ્રકારો છે.
કહે
=
=
• =
=
*
*
*
*
* *
* *
૪૪૫