________________
अपने शिष्य-गण के साथ,
हार, वि.सं. २०५१
આસો સુદ ૧ ૨-૧૩ ૨૨-૧૦-૧૯૯૯, શુક્રવાર
જ નિગોદથી સંયમ સુધી પહોંચાડનાર ભગવાન જ છે. આપણું પુણ્ય ભલે ઓછું હોય. ભગવાનનું પુણ્ય પ્રબળ છે. ઉત્તમ કુળાદિમાં જન્મ થવો આપણા હાથમાં હતું ? આ બધું કોણે ગોઠવી આપ્યું ? કદી ભગવાન યાદ નથી આવતા ?
ગુરુ, વડીલ, સર્વ જીવોનો પણ આપણા પર ઉપકાર છે. એટલી લાંબી નજર ન પહોંચે તો કમ સે કમ ભગવાનને તો યાદ કરો.
મારી મહેનતથી મેં આ બધું મેળવ્યું કે વિદ્વાન બન્યો, એવું ન વિચારો, “દેવ-ગુરુ પસાય” વારંવાર બોલીએ છીએ, તે હૃદયથી બોલતાં સીખો.
ધર્મની કિંમત વધારે કે તેને આપનારની ? ધનની કિંમત વધારે કે તેને આપનારની ? આપણે આપનારને ભૂલી જઈએ છીએ. ધન મળી ગયા પછી, આપનારને કોણ પૂછે છે ? બધું મળી ગયા પછી, ભગવાનને કોણ પૂછે છે ?
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * ૪૩૯