________________
મોક્ષ આપીને જ રહે.
હમણા આપણા ભાવો ક્ષયોપશમના છે. કેટલીયે વાર આવે ને જાય. માટે જ આપણે સાવધાની કેળવવાની છે.
૦ “જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર-તરુ નવિ ફળીયો.”
આપણી અંદર પડેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક્તની રાહ જોઈ રહ્યા છે. કારણ કે સમ્યક્તથી જ તેઓ ઊજળા છે. સમ્યક્ત સુવર્ણ-રસ છે, જેના સ્પર્શથી અજ્ઞાન, જ્ઞાન અને અચારિત્ર ચારિત્ર બની જાય છે.
સમ્યક્ત વગરના જ્ઞાન અને ચારિત્ર એટલે તલવાર વગરની મ્યાન ! માત્ર મ્યાનથી લડાઈ જીતી શકાય ?
૫. સાહેબજીના મુખેથી વાણીરૂપી પાણીનો પ્રવાહ ચાલુ થયો ને આપે વચ્ચેથી જ વાણીના વહેણ વાળી લીધા. ધન્ય છે આપના કરયુગલને.
- સા. દિવ્યરનાથી
માંડવી
કરૂણા રસભંડાર પૂજયશ્રીએ વાચના દ્વારા કૃપાનો અનરાધાર વરસાદ વરસાવ્યો છે.
- સા. ભવ્યદર્શિતાશ્રી
પાલનપુર
જીવનને જો સાર્થક બનાવવું હોય તો આ પુસ્તકનું વાંચન અનિવાર્ય છે.
- સા. દિવ્યગુણાશ્રી
પાલનપુર
૪૩૮
*
*
*
*
*
* *
*
*
* * * * કહે