________________
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છેહ...'
ઉપાધ્યાય યશોવિજયજી કહે છે : નિશ્ચયથી આપણો આત્મા જ ઉપાધ્યાય છે. કયો આત્મા ઉપાધ્યાય બની શકે ? જે તપ - સ્વાધ્યાયમાં રક્ત હોય, દ્વાદશ અંગનો ધ્યાતા, જગબંધુ અને જગભ્રાતા હોય તે જ ઉપાધ્યાય બની શકે.
મુનિચન્દ્રવિજય : બ્રાતા અને બંધુમાં શું ફરક ?
ઉત્તર : સગો ભાઈ “ભ્રાતા' કહેવાય. સમાન ગોત્રીય બંધુઓ કહેવાય. એમ ઉપાધ્યાય અહીં માત્ર જગતના બંધુ જ નથી, ભાઈ પણ છે. માટે જ કહ્યું : જગબંધવ - જગભ્રાતા
આપત્તિ વખતે મદદ માટે ભાઈ આવે. રામ-લક્ષ્મણ, પાંચ પાંડવોમાં આ જોઈ શકાય છે.
છ મહિના સુધી વાસુદેવ, ભાઈનું મૃતક લઈને ફરે. આટલો સ્નેહ હોય. દેવને આવીને સમજાવવું પડે.
આવો ભ્રાતૃભાવ અને બંધુ-ભાવ આપણે જગતના જીવો સાથે રાખી શકીશું ત્યારે સાધના વેગવંતી બનશે. - સાધુ પદ :
‘સાદૂUા સંતાસિંગાપ.' દયા-દમનયુક્ત થઈ સંયમની સાધના કરે તે સાધુ. સાધુની વ્યાખ્યા આપણા જીવનની વ્યાખ્યા બનવી જોઈએ.
આગમમાં વ્યાખ્યા કેવી ? ને મારું જીવન કેવું ? એમ તુલના કરવી જોઈએ. આ પંક્તિઓના દર્પણમાં સ્વ-જીવન જોવું જોઈએ.
સાધુ, આચાર્ય - ઉપાધ્યાય - ગણિ આદિની સેવા કરે. સેવામાં આનંદ માને. પંચ સમિતિ પાળવામાં સાવધાન હોય.
ચાલે તો નજર નીચે. - ઈર્યાસમિતિ. બોલે તો ઉપયોગપૂર્વક. - ભાષાસમિતિ.
વસ્તુ લે - મૂકે તો મુંજવાપૂર્વક - આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ.
વહોરે તો ગવેષણાપૂર્વક - એષણા સમિતિ. પરઠવે તો જયણાપૂર્વક – પારિષ્ઠાપનિકા સમિતિ,
૪૩૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસરિ-૧