________________
स्वागत की तैयारी, बेंगलोर के पास, वि.सं. २०५१
આસો સુદ ૧૦ ૨૦-૧૦-૧૯૯૯, બુધવાર, દશેરા
વ્યવહારથી ઉપાધ્યાયની વ્યાખ્યા જોઈ. નિશ્ચયથી હવે
જોઈએ.
‘તપ સજ્ઝાયે રત સદા...'
બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય મહત્ત્વપૂર્ણ છે. જ્ઞાનરૂપી ખડ્ગ તીવ્ર થાય તેટલું ચારિત્ર જીવનમાં આવે. એટલે અહીં જ્ઞાન અને તપ (ચારિત્ર) એક થઈ જાય છે.
આ જ વાત લક્ષ્યમાં રાખીને જ્ઞાનસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું :
'ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात् तपः 1 तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥'
અત્યંતર તપને બાધક બને તે તપ જિનશાસનને માન્ય નથી. બાહ્ય માત્ર અંત૨ તપને સહાયક બને એટલું જ. અત્યંતર તપ વિના ક્રોડ વર્ષ સુધીનું તપ હોય પણ તેનાથી જ્ઞાનીની એક ક્ષણ ચડી જાય.
‘બહુ ક્રોડો વર્ષે ખપે, કર્મ અજ્ઞાને જેહ;
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
* ૪૨૯