________________
આત્મા પણ પોતાનો સ્વભાવ ન છોડે. પાણીની જગ્યાએ બીજું કાંઈ ચાલે ? તેલ પીવાય ? અગ્નિ ઉષ્ણતા છોડી દે તો ?
જગતના કોઈ પદાર્થો પોતાનો સ્વભાવ બદલતા નથી. ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે; સેવકના તિમ દુ:ખ ગુમાવે, પ્રભુ-ગુણ પ્રેમ સ્વભાવે...” પ્રભુનો સ્વભાવ છે આ. એ ન બદલાય.
સહાયતા, સાધના, સહનશીલતા - આ સાધુનો સ્વભાવ છે. એ કેમ જાય ? જાય તો સાધુતા શી રીતે રહે ?
જીવદળ પત્થર છે. ગુરુ શિલ્પી છે.
વેસ્ટ ભાગ શિલ્પી દૂર કરે એટલે પત્થર પ્રતિમા બને. તેમ વિભાવદશા દૂર થતાં આત્મા પરમાત્મા બને.
ઘરમાં સ્વચ્છતા શી રીતે આવે ? બહારથી સ્વચ્છતા લાવવી નથી પડતી. એ તો અંદર છે જ. માત્ર તમે કચરો કાઢો એટલે સ્વચ્છતા હાજર. આત્મામાંથી કર્મનો કચરો કાઢો એટલે પરમાત્મા હાજર...!
છાપાં, T.V. ઈત્યાદિ તમને કચરો નથી લાગતો ? જુનો કચરો તો છે જ. ફરી નવો કચરો શા માટે નાખવો ?
આત્માને શુદ્ધ બનાવો, કચરો દૂર કરો એટલે સિદ્ધ હાજ૨.
આપણને ભલે આપણી સિદ્ધતા ન દેખાય, પણ પ્રભુ આપણી સ્વચ્છતા, આપણી સિદ્ધતા જોઈ રહ્યા છે.
પ્રભુ કહે છે : તું શા માટે ગભરાય છે ?
તારી સિદ્ધતા હું મારા જ્ઞાનથી જોઈ રહ્યો છું ને ? તું માત્ર પ્રયત્ન કર.
વિષયોનું ધ્યાન સહજ છે, પ્રભુનું ધ્યાન કદી નથી કર્યું. એ માટે પ્રયત્ન કરવો પડે.
જેટલા સિદ્ધ થયા છે, તે બધા જ અહીંથી જ ત્યાં ગયા છે. આ મનુષ્યલોક સિવાય બીજે ક્યાંયથી ત્યાં જવાય તેમ નથી.
ત્યાં જવાની શરત એટલી : કર્મનો અંશ પણ ન જોઈએ. કર્મનો એક અણ પણ ન ચાલે બોજવાળાનું ત્યાં કામ નથી.
તમે જે ક્ષણે કર્મનો કચરો કાઢો તે જ ક્ષણે
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* * *
*
* * * * * * ૪૧૯