________________
પરિણામે તો દુઃખરૂપ જ છે. દુઃખ વખતે એમ નથી થતું : આવું દુ:ખ વારંવાર મળો. પણ સુખ વખતે એમ થાય છે : આ સુખ કદી ન જાય, હંમેશ રહે. આવી વૃત્તિથી આસક્તિ વધે છે. આસક્તિ સ્વયં દુઃખરૂપ છે. જ્યારે સિદ્ધોમાં આવી આસક્તિ નથી.
* સિદ્ધો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્રાદિમાં સ્થિત થઈ ગયા છે. આપણા આત્મામાં અસ્તિત્વ છે. આપણા આત્મામાં નાસ્તિત્વ છે. આપણો આત્મા નિત્ય છે. આપણો આત્મા અનિત્ય પણ છે. આપણો આત્મા સત પણ છે. આપણો આત્મા અસત્ છે. આનું નામ જ સ્યાદ્વાદ છે. સ્વદ્રવ્ય - સ્વક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે. પદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એક આગમિક શ્લોક છે, જે દેવચન્દ્રજી મ.ના ટબ્બામાં
છે.
'दव्वं गुणसमुदाओ अवगाहो खित्तं वट्टणा कालो ।
गुणपज्जयपवत्ती भावो, सो वत्थुधम्मोत्ति ॥' આ ચારની પરિણતિ તે વસ્તુનો સ્વભાવ છે : દ્રવ્ય... ગુણ સમુદાય. ક્ષેત્ર... સ્વ અવગાહના. કાળ... વર્તના લક્ષણરૂપ. ભાવ... ગુણ પર્યાયનું પ્રવર્તન.
આ વિચારધારાથી મૃત્યુ આદિના સંકટ સમયે પણ સમાધિ રહે. મારી પાસે મારું છે જ. શું હતું, જે નષ્ટ થયું ?
મારું હતું તે મારી પાસે છે જ. જે મારું નથી તે ભલે જાય, આવી વિચારધારાના બીજ આમાં પડેલા છે.
પાણી તરસ મટાડવાનું બંધ ન કરે તેમ આપણો
૪૧૮
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે.