________________
જાઉં, આ જ જન્મમાં પણ શરીર આવો દગો આપી શકે તો આગામી જન્મોમાં તો શું થશે ? તેની કલ્પના તો કરો.
કેટલીક વખત તો હું કોઈને માંગલિક સંભળાવવા જવા તૈયાર થાઉં ને સમાચાર મળે : પેલા ભાઈ ગયા.
જીવનનો શો ભરોસો છે ? પરપોટો છે આ જીવન! પરપોટાને ફૂટતાં વાર શી... ? પરપોટા ફૂટે એ નહિ, એ ટકે એ જ નવાઈ છે.
માટે જ કહું છું : જલ્દી સાધના કરી લો. જીવન અલ્પ છે. ક્ષણે-ક્ષણે આયુષ્ય ઘટી રહ્યું છે.
આ જીવનમાં દોષોને હાંકી કાઢો. કૂતરા ને, જો તે ન જાય તો લાકડીથી કેવા હાંકી કાઢો છો ? તે જ રીતે દોષોને કાઢો. એ જ ખરી સાધના છે.
આ સાધના
આ જીવનમાં નહિ કરો તો ક્યારે કરશો ? અંત સમયે સિદ્ધ થનાર જીવની બે તૃતીયાંશ અવગાહના રહે. ત્રણ હાથની કાયા હોય તો બે હાથ રહે.
સિદ્ધ ભગવંત વર્ણ, ગંધ, રસાદિથી રહિત હોય. સદા આનંદ, અવ્યાબાધ સુખમાં મગ્ન હોય, પ૨મ જ્યોતિરૂપ હોય. એક સિદ્ધ જે અવગાહનામાં હોય, તેટલી જ અવગાહનામાં અનંત હોય.
ફરી તેઓ આ સંસારમાં આવવાના નથી. સાદિ અનંતકાળની તેમની સ્થિતિ છે.
પોતાની આત્મ-સંપત્તિના રાજા છે.
તેમની બધી જ શક્તિ પૂર્ણપણે વ્યક્તિરૂપ બની છે, એ જ શક્તિ આપણામાં પણ છે, પણ વ્યક્તિ નથી. સિદ્ધમાં વ્યક્તિ છે. વ્યક્તિ એટલે પ્રગટ.
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, વગેરે અંગે અવસરે સમજાવીશું, પણ અત્યારે એટલું સમજી લઈએ કે સ્વક્ષેત્રાદિની વિચારણાથી મોહરાજાનો ૯૯% ભય ઓછો થઈ જાય. કેમ ? ભગવાને કહ્યું છે : સર્વ પદાર્થો સ્વ રૂપે છે જ, પર રૂપે નથી જ, આટલી વાત નિશ્ચિત થઈ જાય પછી ભય શાનો ?
કહે કલાપૂર્ણસૂરિ-૧
* ૪૧૫