________________
કંઈ ખામી છે. ભગવાન જેવી જ વાણી લાગે. માથે ભગવાનનો હાથ છે ને ?
એ તો ઠીક. કાલિકાચાર્યે પણ સીમંધર સ્વામી જેવું જ નિગોદનું વર્ણન બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર સમક્ષ કરેલું.
મોહનો ક્ષય થયેલો ન હોવા છતાં મોહ-વિજેતા હોવાના કારણે ગુરુ વીતરાગ તુલ્ય કહેવાય છે.
ચાર પ્રકારના કેવલી ૧. કેવલી. ૨. ૧૪ પૂર્વી - શ્રુતકેવલી ૩. સન્ દૃષ્ટિ,
૪. ભગવાનના વચન પ્રમાણે આચરણ કરનાર (કંદમૂળ આદિ છોડનાર)
ગઈ કાલે ભગવતીમાં આવેલું :
અંધક પરિવ્રાજકને શ્રાવકે એવા પ્રશ્નો પૂછળ્યા કે પરિવ્રાજક મુંઝાઈ ગયો ને પ્રશ્નો જાણવા ભગવાન મહાવીર પાસે આવ્યો. ગૌતમસ્વામી તે આવતાં ઊભા થયા.
મિથ્યાત્વી આવતાં ઊભા કેમ થવાય ? ટીકામાં ખુલાસો આપતાં કહ્યું છે : ભાવિમાં દીક્ષા લેવાનો છે માટે થવાય.
સમ્યમ્ દષ્ટિ એ જ અર્થમાં કેવલી છે. ભવિષ્યમાં બનવાના છે માટે.
કંદમૂળત્યાગી પણ કેવળી છે. કારણ કે ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને તેમણે કંદમૂળનો ત્યાગ કર્યો છે. આ સમ્યમ્ દષ્ટિની પૂર્વભૂમિકાનો આત્મા છે.
પ્રશ્ન : ગુરુ ભગવાન છે, માટે દેરાસરમાં જવાની જરૂર નહિ ને ?
ઉત્તરઃ ભગવાન ન હોત તો ભગવદ્ બુદ્ધિ શી રીતે કરત? અમૃત જ ન હોત તો પાણીમાં અમૃત બુદ્ધિ શી રીતે થાત? ભગવાન છે માટે ભગવદ્બુદ્ધિ શબ્દ આવ્યો છે. ભગવાન જ છોડી દઈશું તો ભગવદ્બુદ્ધિ કઈ રીતે રહેશે ?
૩
૬
૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*