________________
પનીહારીઓનું ધ્યાન બેડામાં હોય, ભલે એ વાતો કરતી હોય, તેમ ગમે તેટલી પ્રવૃત્તિમાં મુનિનું મન સમતામાં હોય. ચોવીસેય કલાક એટલે તો ઓઘો સાથે રાખવાનો છે. સાથે રહેલો ઓઘો સતત યાદ કરાવે : “હે મુનિ ! તારે સતત સમતામાં મહાલવાનું છે.”
સામાયિકના વારંવાર સ્મરણથી સમતાભાવ આવે છે. ચોવીસેય કલાક સમતાભાવ ચાલુ હોય તો વધુ દઢ બને છે.
જેમ ભગવાનની સ્તુતિ પુનઃ પુનઃ બોલતાં મન ભક્તિથી આર્ટ બને છે, તેમ.
નવ વાર કરેમિ ભંતે ક્યાં ક્યાં ?
સવાર-સાંજ પ્રતિક્રમણમાં ત્રણ-ત્રણ વાર તથા સંથારા પોરસીમાં ત્રણવાર કુલ નવ વાર.
બીજું બધું ભૂલાય તે ચાલે, સમતા ભૂલાઈ જાય તે કેમ ચાલે ? સમતા ક્યાંથી આવે ?
પ્રભુ-ભક્તિથી આવે.
છ આવશ્યકોમાં પ્રથમ સામાયિક છે. સામાયિક પ્રભુના નામ-કીર્તનથી આવે છે. માટે બીજું આવશ્યક લોગસ્સ (નામસ્તવ કે ચતુર્વિશતિસ્તવ) છે.
(૧) સમ એટલે સર્વ જીવો પ્રત્યે સમભાવ. (૨) સમ એટલે સમાનભાવ. આય એટલે લાભ.
સમ + આય = સમાય. રૂપ પ્રત્યય લાગતાં “સામાયિક' શબ્દ બનેલો છે.
આ લખાણ મેં મનફરામાં લખેલું. અનુભવથી કહું છું: જે વિચારપૂર્વક લખીશું તે ભાવિત બનશે.
જ્ઞાન-દર્શન-ચારિત્રનો જેનાથી લાભ થાય તે બધી જ ચીજોને સામાયિક કહેવાય.
એક તાળાની છ ચાવી છે. છએ છ ચાવી લગાવો તો જ તાળું ખુલે. પાંચ લગાવો ને એક સામાયિક (સમતા)ની ચાવી ન લગાવો તો આત્મમંદિરના દરવાજા નહિ ખુલે. આ મારો અનુભવ છે.
સમતાભાવ ન હોય ત્યારે ચિત્ત આવશ્યકોમાં ચોટે નહિ.
૩૯૪
ઝ
ઝ
*
*
*
*
* * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * *