________________
માટે પછી એના કાયોત્સર્ગ કરવાના છે. चरणं सारो, दंसण - नाणा अंगं तु तस्स निच्छयओ ।
નિશ્ચયથી આત્માર્થી જીવોએ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
પ્રશ્ન : જ્ઞાન, દર્શનાદિ આચારોના અતિચારો તો આપણે બોલીએ છીએ, પણ તેની પ્રતિજ્ઞા ક્યારે લીધી ?
ઉત્તર : કરેમિ ભંતેમાં જ સામાયિકની પ્રતિજ્ઞા નથી લીધી ? સામાયિક ત્રણ પ્રકારનું છે. શ્રત (જ્ઞાનાચાર), સમ્યક્ત (દર્શનાચાર) અને ચારિત્ર સામાયિક (ચારિત્રાચાર)
- દશવૈકાલિકની રચના પહેલા આચારાંગનાં પ્રથમ અધ્યયન પછી જ વડીદીક્ષા થતી.
ચઉવિસત્થોથી દર્શનાચારની વંદનથી દર્શનાચાર અને જ્ઞાનાચારની, પ્રતિક્રમણથી ચારિત્રાચારની
કાઉસ્સગથી વીર્ય-આચારની પચ્ચખાણથી તપ-આચારની આરાધના થાય છે. પ્રશ્ન : વીર્યાચાર કેટલા પ્રકારનો ? ઉત્તર : ૩૬ પ્રકારનો. કયા ૩૬ પ્રકાર ?
જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨ = ૩૬. આ બધામાં વીર્ય ફોરવવું તે વીર્યાચાર. માટે વીર્યાચાર ૩૬ પ્રકારનો છે. ૩૬ + ૩૬ = ૭૨. કુલ પાંચે આચારના ૭૨ પ્રકાર થાય.
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકો હાથમાં આવતાં જ વિચાર આવ્યો : અધ્યાત્મયોગીના માત્ર બે વખત દર્શન થયા, અભાગીયાએ કોઈ લાભ ન લીધો. અફસોસ પાર વિનાનો થાય છે.
- હસબોધિવિજય
અમદાવાદ
૩૮૬
*
*
*
* *
* * *
*
* *
* * કહે