________________
એમ તો આલોચનાના સ્વાધ્યાય વગેરેમાં પણ સ્કૂલના થાય તો શું કરવું ? અપ્રમત્તપણે બધું કરવું એ જ ઉપાય.
ભૂખ લાગે તો ભોજન રોજ કરીએ છીએ ને ? અહીં આપણે અનવસ્થા નથી જોતા.
પૂ. દેવેન્દ્રસૂરિ સ્ત્રી સંઘટ્ટો થઈ જતાં તરત જ કાઉસ્સગ્ન કરી લેતા.
તે જ વખતે (દોષોના સેવન વખતે જ) કાઉસ્સગ્ગાદિ કરવામાં આવે તો ઘણા દોષોથી આપણે મુક્ત થઈ શકીએ.
» ‘ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધ કો ત્યાગ; કહો હોઉ કછુ હમ નવિ રુચે, છુટી એક વીતરાગ...'
આપણે પ્રમાદથી ભાવિત છીએ, પણ ઉપરના ઉદ્ગારો પ્રગટ કરનારા પૂ. યશોવિજયજી મ. પ્રભુ-ગુણથી, પ્રભુ-પ્રેમથી વાસિત છે.
કલ્પવૃક્ષના બગીચામાં તમે કલ્પવૃક્ષથી વાસિત બનો. ઉકરડામાં વિષ્ઠાથી વાસિત બનો. તમારે શાથી વાસિત બનવું છે ? દોષોથી કે ગુણોથી ?
ગુણો કલ્પવૃક્ષ છે, દોષો વિષ્ઠા છે.
ભક્તિ જ, ભગવાન સિવાયના બીજા-બીજા પદાર્થોથી વાસિત થયેલા ચિત્તને છોડાવી શકે. | ગુફામાં સિંહ આવે તો બીજા પશુઓની શી તાકાત છે કે ત્યાં રહી શકે? પ્રભુ જો હૃદયમાં છે તો શી તાકાત છે દોષોની કે ત્યાં રહી શકે ? તું મુજ હૃદય - ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ રે; કુમત માતંગના જૂથથી, તો કિશી મુજ પ્રભુ બીહ રે...
- પ્રભુ આપણા હૃદયમાં આવતા નથી કે આપણે પ્રભુને બોલાવતા નથી ? આપણે પ્રભુને બોલાવતા નથી એ જ વાત સાચી ગણાય.
ગભારો તૈયાર ન થયો હોય, સ્વચ્છતા ન હોય, ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ?
હૃદયમાં દોષોનો કચરો જ્યાં થયેલો હોય ત્યાં ભગવાન
૩૮૪
*
*
*
*
*
*
*
*
*
*
*
એક