________________
બાંધી મૂકે છે.
• પંચાચારમાં લાગેલા દોષોની, અતિચારોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે. (સાધુ માટે પગામસિજ્જાય)
પ્રતિક્રમણ પછી ગુરુ-વંદન આવે. દૈનિક ત્રણ, પખી ત્રણ, ચોમાસી પાંચ અને સંવત્સરીમાં છ અભુઢિઆ હોય છે.
આપણે એવા વક્ર ને જડ છીએ કે પ્રતિક્રમણ કર્યા પછી પણ પાપો ચાલુ જ રાખીએ છીએ. એટલે જ રોજ પ્રતિક્રમણ કરવાના છે. રાત્રિના પાપો માટે રાઈ, દિવસના પાપો માટે દૈવસિક પ્રતિક્રમણ કરવાનું છે. જ્યારે મહાવિદેહમાં કે મધ્યમ તીર્થકરના શાસનમાં પ્રતિક્રમણ રોજ ફરજિયાત નથી. દોષ લાગે તો જ કરવાનું. કારણ કે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ છે. માણસ જેમ જડ અને વક્ર વધુ તેમ કાયદા - કાનૂન વધુ. જેમ સરળ અને બુદ્ધિમાન વધુ તેમ કાયદા-કાનૂન ઓછા.
વધતા જતા કાયદા-કાનૂન, વધતી જતી વક્રતા અને જડતાને જણાવનારા છે. વધતા કાયદાથી રાજી થવા જેવું નથી. કાયદાઓનું જંગલ માણસની અંદર રહેલું જંગલીપણું બતાવે છે.
“જીવો પનાવવો ' આપણામાં પ્રમાદ વિશેષ છે. આથી વિધિપૂર્વક પ્રતિક્રમણ ન કર્યું હોય, કંઈક ભૂલો રહી ગઈ હોય, તે પ્રમાદને જીતવા માટે આયરિય ઉવજઝાય પછીનો કાઉસ્સગ છે.
મૈત્રી આદિથી ભાવિત બનવું છે, એના બદલે આપણે પ્રમાદથી, દોષોથી ભાવિત બનેલા છીએ.
પ્રમાદની આવી બહુલતાના કારણે જ ભગવાન વારંવાર પ્રમાદ નહિ કરવાની ટકોર ગૌતમસ્વામીના માધ્યમથી સૌને કરતા હતા. | મુનિચન્દ્રવિજય : “આયરિય ઉવજઝાય'ના કાઉસ્સગમાં પણ પ્રમાદ થઈ જાય તો શું કરવું ?
ઉત્તર : કાઉસ્સગ પ્રમાદ જીતનાર છે. કાઉસ્સગથી પ્રમાદ જાય. “પ્રમાદ હટાવવા માટે કાઉસ્સગ કરવાનો છે.” એવી ભગવાનની આજ્ઞા છે. એ આજ્ઞા પાળી એટલે પતી ગયું.
|
ઝ
=
=
=
=
=
=
=
=
= =
=
= ૩૮૩