________________
ફરી-ફરી આવા અનુષ્ઠાનો કરાવતા રહો – બીજાને પણ આવી પ્રેરણા મળશે : અમે પણ આવું કરાવીએ. દીક્ષા, પ્રતિષ્ઠા કે ઉપધાન જે અનુષ્ઠાન દેખાય તે કરાવવાનું મન માણસને થતું હોય છે.
૧૪ પૂર્વી છેલ્લે બધું કદાચ ભૂલી જાય, પણ નવકાર ન ભૂલે, નવકાર આ ભવમાં જ નહિ, ભવોભવમાં ભૂલવાનો નથી.
- ભેંસ વગેરે ખાધા પછી વાગોળે છે, તેમ તમે અહીં સાંભળેલા પદાર્થો વાગોળજો. અહીં તો સૂત્રાત્મક રૂપે આપ્યું છે. એનો વિસ્તાર બાકી છે, મંથન બાકી છે.
‘૩૫યોગો નક્ષUP' વગેરે કેટલા અર્થ ગંભીર સૂત્રો છે ? તેના પર જેટલું ચિંતન કરીએ, તેટલું ઓછું છે. આ અનુષ્ઠાનમાં આરાધકો તરફથી આયોજકની કે આયોજકો તરફથી આરાધકોની કોઈ ફરિયાદ નથી આવી. આવું બહુ ઓછા સ્થાને બનતું હોય છે.
* પંચ પરમેષ્ઠી અરિહંતનો જ પરિવાર છે. ગણધરો (આચાર્યો) અરિહંતના શિષ્યો છે. ઉપાધ્યાયો ગણધરોના શિષ્યો છે. સાધુઓ ઉપાધ્યાયોના શિષ્ય છે. સિદ્ધ' એ બધાનું ફળ છે.
ભગવાનનું શરણું ૪ સ્થાનથી મળે. ૪ સ્થાન એટલે ૪ ફોનના સ્થાનો સમજો. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ.
જાપથી નામની, મૂર્તિથી સ્થાપનાની, આગમથી દ્રવ્યની અને શુદ્ધ આત્મદ્રવ્યથી ભાવ અરિહંતની ઉપાસના થઈ શકે.
આ ચારનો સંપર્ક કરશો તો ભગવાન મળશે જ. આ પ્રભુને તમે ક્ષણ વાર પણ છોડશો નહિ.
વાનર-શિશુની જેમ આપણે ભગવાનને વળગી રહેવાનું છે. ભગવાનને છોડીશું તો ભાંગીને ભૂક્કો થઈ જઈશું.
પ્રભુ પદ વળગ્યા, તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે...
૩૦૨
*
*
*
*
*
* * *
* *
* * કહે