________________
- पदवी-प्रसंग, मद्रास, वि.सं. २०५२, मा
ભાદરવા વદ ૧૪ ૦૮-૧૦-૧૯૯૯ : બપોર
નમસ્કાર ભલે સેવકે કર્યો, પણ નૈગમ-વ્યવહાર નયના મતે ગણાય નમસ્કરણીયનો. નમસ્કરણીય ન હોય તો નમસ્કાર કોને થાત ? નમસ્કરણીયનો આ પણ એક ઉપકાર છે.
સામાયિકનો અધ્યવસાય પેદા કરાવનાર અરિહંતો છે. આખી દુનિયામાં શુભ અધ્યવસાયો પેદા કરાવવાનો ઠેકો અરિહંતોએ જ લીધો છે એમ કહીએ તો પણ ચાલે.
- મહેન્દ્રભાઈએ પરિવારવતી આવીને વિનંતી કરેલી : મારે આવું અનુષ્ઠાન કરાવવું છે. અમે હા પાડી. અગાઉ પણ આવું અનુષ્ઠાન કરાવેલું છે. અમારા જૂના પરિચિત છે.
ભૂમિનો પણ પ્રભાવ હોય છે. જ્યાં નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થાય છે. સુરત કે મુંબઈમાં આવું કાર્ય થઈ શકત ? આવું શાન્ત વાતાવરણ મળત ?
મદ્રાસ અંજનશલાકામાં ભોજન, મહોત્સવ, વિધિવિધાન, સ્ટેજ પ્રોગ્રામ, મંદિર વગેરે બધું જ અલગ-અલગ. બરાબર જામે નહિ. ઉદારતા વિના આવું અનુષ્ઠાન શોભે નહિ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* * *
* *
* * * * ૩૦૧