________________
નમોથી વિનય આવે – વિનય એક પ્રકારની સમાધિ છે; એમ શ્રી દશવૈકાલિકમાં કહ્યું છે.
અરિહંત પાસેથી માર્ગ મેળવવાનો છે. ભગવાન માર્ગદાતા જ નથી, સ્વયં પણ “માર્ગરૂપ” છે.
એટલે જ ભગવાનને પકડી લો, માર્ગ પોતાની મેળે આવી જશે.
જુઓ, ઉપાધ્યાય યશોવિજયજી કહે છે : તાહરૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહિજ જ્ઞાન ને ચારિત્ર તેહ છેજી; તેહથી રે જાયે સઘળા હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછીજી.
ભગવાનનું ધ્યાન જ સમ્યગુ દર્શન - જ્ઞાન અને ચારિત્ર છે, એમ ઉપાધ્યાયજી મ.નું કહેવું છે. તો ભગવાન માર્ગ બની ગયા ને ?
આજે પૂ. બાપજી મ.ની ૪૦મી સ્વર્ગતિથિ છે. ૧૦૫ વર્ષની વયે ૨૦૧૫માં સ્વર્ગવાસી થયેલા. એમની પરંપરામાં ૧૦૩ વર્ષના ભદ્રસૂરિજી તથા અત્યારે વિદ્યમાન ૯૮ વર્ષીય ભદ્રકરસૂરિજીનું સ્મરણ થઈ આવે છે. વિ.સં. ૧૯૧૧ શ્રા.સુ. ૧પના જન્મ પામેલા.
પૂ. બાપજી મ. નું ગૃહસ્થપણાનું નામ ચુનીલાલ હતું. લગ્ન પછી વૈરાગ્ય થતાં પત્ની ચંદનની રજા લઈ સ્વયં સાધુવેષ પહેરી લીધો. ૩ દિવસ સુધી કુટુંબીઓએ પૂરી રાખ્યા. ખાવા-પીવાનું આપ્યું નહિ. આખા અમદાવાદમાં હલચલ મચી ગઈ.
આખરે કુટુંબીઓએ રજા આપવી પડી. લવારની પોળમાં મણિવિજયજીએ દીક્ષા આપી. ૧૯૩૨માં દીક્ષા આપી. મણિવિજયજીના સૌથી છેલ્લા શિષ્ય “સિદ્ધવિજયજી' બન્યા. પછીથી પત્ની ચંદને દીક્ષા લીધી. સાળાએ પણ દીક્ષા લીધી નામ આપ્યું : પ્રમોદવિજયજી !
પહેલા જ ચોમાસામાં ગુરુ-આજ્ઞાથી વૃદ્ધ સાધુ રત્નસાગરજી મ.ની સેવામાં સુરત ગયા. સતત ૮ વર્ષ સુધી
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * *
* * * * ૩૬૯