________________
- ત્રીજી માતા આજ્ઞાપાલન માટેની છે. નમો અરિહંત + માdi = પ્રભુની આજ્ઞાને નમસ્કાર ! આજ્ઞાને નમસ્કાર એટલે આજ્ઞાનું પાલન કરવું.
બીજી માતાએ આત્મતુલ્ય દૃષ્ટિ આપી. પણ ત્રીજી માતાએ તે આત્મતુલ્ય વર્તન આપ્યું. પછી બીજાનું દુઃખ, પોતાનું દુઃખ જ લાગે.
પરની દયા તે પોતાની જ દયા છે. એવી દૃષ્ટિ અહીં ઉઘડે છે.
વિરતિ ધર્મનું શુદ્ધ પાલન તો જ થઈ શકે. અહીંથી જતાં પહેલા ૧૨ વ્રતો લઈ લેજો. જો કે, સામાન્ય રીતે અહિંસાદિનું પાલન જૈનોમાં હોય જ. જાણી જોઈને તમે જીવોને મારો છો ? કીડી-મંકોડા પર જાણીને જોઈ પગ મૂકો છો ? જૈન બચ્ચો સ્વાભાવિક રીતે જ આવું ન જ કરે. હવે માત્ર વ્રત લેવાની જરૂર છે.
* પટુ, અભ્યાસ અને આદર - આ ત્રણ રીતે સંસ્કારો પડે છે.
(૧) પટુ : દા.ત. યુરોપમાં હાથી નથી હોતા, કોઈએ તેમને હાથી બતાવ્યો તેમણે ધારીને જોયો ૨-૪ વાર જોયો, હવે તે કદી નહિ ભૂલે. આ જ વાત ધર્મકાર્યમાં ઘટાડવી.
(૨) અભ્યાસ : દેલવાડા આદિની કોતરણી જોઈ છે ? કેવી રીતે બનાવી હશે ? અભ્યાસનું આ ફળ છે. અહીં એવા વિદ્યા હતા કે નાડી જોઈને રોગ કહી દેતા. એવા પગી હતા કે અજ્ઞાત વ્યક્તિનું પગેરું શોધી કાઢતા. આ અભ્યાસ (પુનઃ પુનઃ પ્રયત્ન તે અભ્યાસ)નું ફળ છે. અભ્યાસ જેટલો મજબૂત તેટલા સંસ્કાર તેટલા ગાઢ પડશે.
(૩) આદર : ભવોભવ સાથે ચાલે છે. કોઈક દિવ્ય અનુભૂતિ થવાથી એવો આદર ઉત્પન્ન થાય છે કે જે ભવોભવ ન જાય.
આ ત્રણના પ્રભાવથી જ ભગવાન જન્મજાત વૈરાગી હોય છે. પૂર્વભવના સંસ્કારો આ ભવમાં આવી શકતા હોય તો આ ભવના સંસ્કારો આગામી ભવમાં નહીં આવે ? આ ભવમાં
૩૫૮
*
*
*
*
*
*
*
*
* * * કહે