________________
જ આપે છે. “વં શંકરસિ' દ્વારા છાતી ઠોકીને માનતુંગસૂરિ કહે છે : ભગવદ્ ! તમે જ સુખ કરનારા શંકર છો.
આપનારા ભગવાન છે. તમે શું આપવાના ? ૧૦-૨૦ માળની બિલ્ડીંગ બનાવી એટલે ભીખારી અને કૂતરાના રોટલા તો ગયા, પણ અમારા ધર્મલાભ પણ ગયા.
દયા-દાન ગયા, બહાર વોચ મેન ઉભો છે. કોઈ આવે તો ખરો ! તમારા એશ-આરામની અમે પ્રશંસા ન કરીએ. ઉદારતા-દાન આદિની જરૂર કરીએ.
“જે કોઈ તારે નજરે ચડી આવે, કારજ તેહના સફળ કર્યા ભગવાનની નજરે ચડે તેના કાર્ય સિદ્ધ ન થાય, એ વાતમાં કોઈ માલ નથી.
ભક્ત તો કહેશે : ભગવદ્ તમે વીતરાગ થઈને છૂટી નહિ શકો, હું છોડવાનો જ નથી.
ભગવાનનો સંઘ આવો કૃપણ અને તુચ્છ કેમ ? પંન્યાસજી મ. બહુ ચિંતિત રહેતા હતા. પરોપકાર, મૈત્રી, નમ્રતા આદિનો સંઘમાં સંચાર થાય તે માટે ખૂબજ પ્રયત્નશીલ હતા.
મને પણ એક વાર કહ્યું : “તમને ધ્યાન-વિચાર પર લખતાં આવડે છે,
પરસ્પરોપગ્રહો પીવાનામ્' પર લખતાં નથી આવડતું ? જીવોનો ઉપકાર યાદ નથી આવતો ? તમારો જન્મ ક્યારે ? મેં કહ્યું : “વિ.સં. ૧૯૮૦માં
ઓહ ! તો તમારો દોષ નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી લોકોના હૃદયમાંથી દયા-ભાવના ચાલી ગઈ. કાળ જ એવો ખતરનાક છે.' પં. મહારાજે કહ્યું.
જ ધર્મ વધારે વહાલો કે પ્રાણ ? - ત્રીજી દષ્ટિવાળાને ધર્મ વહાલો લાગે. ધર્મ માટે પ્રાણ પણ છોડવા તૈયાર થઈ જાય. પ્રાણ છોડવા તૈયાર થઈ જાય એ ધનનો તો આસાનીથી ત્યાગ કરવા તૈયાર થઈ જશે.
૩ ક્રોડ શ્લોકના રચયિતા હેમચન્દ્રસૂરિજી કહે છે : ભગવન્! હું આપની પાસે પશુથી પણ પશુ છું, જ્યારે આપણે થોડુંક જાણી લઈને ધરતીથી અદ્ધર ચાલવા લાગીએ છીએ.
૩૫૨
*
*
*
*
*
*
*
*
*
*
* * * કહે
* * કહે કલાપૂર્ણસૂરિ-૧