________________
यदीच्छसि वशीकर्तुं जगदेकेन कर्मणा । पराऽपवाद-सस्येभ्यो, गां चरन्तीं निवारय ॥
‘એક જ કાર્યથી જો તું જગતને વશ કરવા ઈચ્છતો હોય તો પરનિંદા રૂપી ઘાસ ચરતી તારી વાણીરૂપી ગાયને અટકાવ.’ વાણીથી પરોપકાર થાય છે.
પરોપકારથી ગુરુનું મિલન થાય છે.
દક્ષિણમાં કેમ લોકપ્રિયતા મળી ?
અમને અમારા ગુરુદેવોએ શીખવ્યું છે : દિ માંગવું નહિ. માત્ર ધર્મકાર્યમાં સહાયતા જ કરવી. કોઈ પ્રોજેક્ટ રાખવા નહિ. આજે લોકો માંગનારાઓથી થાકી ગયા છે. માંગવાનું બંધ કરો છો ત્યારે લોકોમાં તમે પ્રિય બનો છો.
દક્ષિણમાં પ્રતિષ્ઠાઓની હારમાળાઓથી સૌથી મોટો લાભ આ થયો ઃ સ્થાનકવાસીઓએ પણ મંદિરમાં ચડાવા લીધા. મૂર્તિમાં માનતા થયા. મદ્રાસ નવા મંદિર પ્રતિષ્ઠા વખતે ત્રણ લાખ તમિલ લોકોએ પણ ભગવાનના દર્શન કરેલા. અહીંનો સ્વાદ (જાપ, પ્રવચન આદિના) જેણે ચાખ્યો, તે જીવનમાં કંદ નહિ ભૂલી શકે. જો તેણે ખરેખર સ્વાદ ચાખ્યો હશે !
ખરેખર આવા સાક્ષાત્ તીર્થંકર સમાન ગુરુમૈયા હાજર હોવા છતાં તેમની વાણીનું પીયુષપાન ન કરી શકી. જેમ વરસીદાનથી વંચિત રહી ગયેલા બ્રાહ્મણને ભગવાને દેવદૂષ્ય આપી સંતોષ આપ્યો, તેમ આપની વાચનાથી વંચિત રહી ગયેલી મને આપના આ પુસ્તકો દ્વારા સંતોષ મળ્યો છે.
- સા. દિવ્યકૃપાશ્રી માંડવી
◊ ◊ ◊ ◊ ◊
ખરેખર ! એવું જ લાગે છે કે આ પુસ્તક વાંચ્યા જ કરીએ.
સા. શ્રુતજ્ઞાશ્રી રાજકોટ
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
-
૩૪૯