________________
પ્રિય અને મધુર વાણી તમારી શોભા છે.
તમારી વાણી કેવી ? વાણીથી દોસ્તી થાય, વાણીથી દુશ્મની થાય. બધા તમારા મિત્રો ખરા કે નહિ ? કે કોઈ દુમન ખરો ?
આરાધના કરવા આવતા પહેલા બધા સાથે મિચ્છા મિ દુક્કડ કરીને આવ્યા છોને ?
પહેલા મૈત્રી, પછી શુદ્ધિ, પછી સાધના.
• પ્રભુ સાથે સંબંધ જોડવો હોય તો સૌ પ્રથમ તેમના નામ સાથે સંબંધ જોડવો જોઈએ. આપણને ઉતાવળ છે. સીધા જ સીમંધરને મળવા માંગીએ છીએ, પણ “સીમંધર' આ નામ અહીં જ છે, એની સાથે પહેલા સંબંધ જોડોને ? કોણ અટકાવે છે ? જે થઈ શકે તેવું કરે નહિ, તેને ન થઈ શકે તેવું કેવી રીતે મળી શકે ?
નામ ફોન છે. તેના દ્વારા પ્રભુ સાથે સંબંધ જોડી શકાય. રાજનાંદગાંવમાં અમારા જમાનામાં પોસ્ટ ઓફિસ પર એક જ ફોન હતો. લગાડવા માટે ત્યાં જવું પડે છiા-૧ કલાક વાટ જોવી પડે. અત્યારે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
નામ લેતાં જ તમે પ્રભુ સાથે સંબંધ જોડો છો ?
» છ આવશ્યકો પૂરા જીવનમાં હોવા જોઈએ. એ ભૂલી ગયા એટલે મહાપુરુષોએ પ્રતિક્રમણમાં જોડી દીધા.
સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે સતત કરવાના છે.
પ્રતિક્રમણ એટલે પાપથી પાછળ હટવું, સતત પાપથી પાછળ હટવાનું છે.
- ૪ ચાર માતાની બરાબર સેવા કરીએ તો પાંચમા પરમ પિતા પરમાત્માનું મિલન થાય જ. શરત એ જ છે કે આપણે વિનયી હોઈએ. વિનીત પુત્રને જ પિતાનો વારસો મળે ને !
પરોપકાર આવે, તેના જીવનમાં સદગુરૂનો યોગ થાય જ.
જયવીયરાયમાં આ જ ક્રમ બતાવ્યો છે : પરલ્થ - ૨i a | સુદ ગોન' કેટલાય
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * *
*
* *
* *
* *
* * ૩૪૦