________________
“શું અનુભવ કર્યો ?'
આગળની ભૂમિકા પકડાતી નથી. માર્ગદર્શન જોઈએ છે. આજ સુધી કોઈ ગુરુ મળ્યા નથી.”
વિશ્વાસ છે મારી વાત પર ? કૃષ્ણનું ધ્યાન કરશો તો તમારી ચેતના કૃષ્ણમય બની જાય. નરસિંહ - મીરા વગેરેને આ રીતે જ દર્શન થયેલા.”
મારે તો નિરંજન - નિરાકારના દર્શન કરવા છે.”
એના માટે તમારે સાકાર વીતરાગ પ્રભુનું ધ્યાન કરવું પડશે. સરાગીનું ધ્યાન તમને સરાગી બનાવશે.
यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्म विशुद्धयै ॥
- યોગસાર મેં એને વીતરાગનું ધ્યાન બતાવ્યું. તે આનંદથી નાચી ઉઠ્યો. મેં આવો આનંદ, ક્યારેય જોયો નથી.પછી સાષ્ટાંગ દંડવત્ ઝૂકી પડ્યો.
• પટુ, અભ્યાસ અને આદરથી એવા સંસ્કારો પાડો કે જન્મ-જન્માંતરોમાં સાથે ચાલે. 'पट्वभ्यासादरैः पूर्वं तथा वैराग्यमाहरः'
- વીતરાગ સ્તોત્ર ભક્તિ, જ્ઞાન વગેરેના સંસ્કારો આવા બનવા જોઈએ. આપણા સંસ્કાર હજુ એવા નથી થયા, જે ભવાંતરમાં સાથે ચાલે. આવા સંસ્કારને જૈન પરિભાષામાં અનુબંધ કહેવાય.
નવ દિવસના આ સંસ્કારો તમારા ક્યાં સુધી ટકવાના ? તે વિચારજો.
શશીકાન્તભાઈનો મનોરથ છે : બધા ધ્યાની બને. મારો મનોરથ છે : પહેલા સાધક બને, જ્ઞાની બને, ભક્ત બને, ચારિત્રવાનું બને, પછી ધ્યાની બને. આવી ગઈને ચારેય માતા?
જ્ઞાની : વર્ણમાતા - વર્ણમાળાથી ભક્ત : પુણ્યમાતા – નવકારથી ચારિત્રવાન્ : ધર્મમાતા – અષ્ટપ્રવચન માતાથી ધ્યાની : ધ્યાનમાતા - ત્રિપદીથી બનાય.
૩૪૨
*
*
*
*
*
*
* *
*
* * * કહે