________________
ભગવાનનો દાસ ન બને તેને દુનિયાના દાસ બનવું પડે.
(૩) સેવક : સેવને રૂતિ સેવઃ | સેવા કરે તે સેવક.
પ્રભુ ચરણની સેવા શી રીતે થઈ શકે ? ચંદનાદિથી પૂજા કરવી તે દ્રવ્ય સેવા છે. આજ્ઞાપાલન, વિરતિનો સ્વીકાર તે ભાવ સેવા છે. “ચરણ”નો બીજો અર્થ ચારિત્ર થાય છે. ચારિત્રનું સેવન કરવું તે પણ ચરણ-સેવા કહેવાય.
આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવકકહીને બોલાવો રે આ સ્તવનમાં જ્ઞાનવિમલસૂરિજીએ આ જ ભાવ દર્શાવ્યો
(૪) હિંમર: વિંજ રોકિ ? માહિતુ મવાના (રૂતિ ય: સ્વામિનં પૃતિ સ વિર: 1) પ્રખ્ય આદિ બધા કરતાં કિંકરપણું કઠણ છે. ભગવદ્ ! હવે શું કરું ? આદેશ આપો. આવો ભાવ જેનામાં હોય તે કિંકર છે, ભગવાનનો આદેશ – આજ્ઞા આગમોમાં જણાવેલા છે. તદનુસાર જીવન જીવે અથવા જીવવાનો પ્રયત્ન કરે તે “કિંકર' કહેવાય.
?
જ્યારે ડીસામાં ચાતુમસ આપની સાથે હતા ત્યારે તો ખરેખર આપ બંધુ બેલડીને ઓળખી ન શક્યા. પણ આ પુસ્તક તો આપની સાચી ઓળખ કરાવી છે.
- સા. દિવ્યદર્શિતાશ્રી : માંડવી
મારું હૈયું સંકલનકાર બંધુબેલડી પૂ.પં. મુક્તિચંદ્રવિ. મ. તથા પૂ. ગે. મુનિચંદ્રવિ. મ. સા. ને અંતરના અહોભાવની અંજલિનું અર્પણ કરે છે.
- સા. નીલપદ્માશ્રી : જામનગર
પૂજયશ્રીની વાચનાના અણમોલ, ટંકશાળી વચનો મનમાં ચૂંટાયા કરે છે.
- સા. નચદર્શિતાશ્રી : જામનગર
*
*
*
*
* *
*
*
*
* * *
૩૩૦