________________
(૧) શ્રેષ્ય : स्वामिना यत्र प्रेष्यते तत्र यः गच्छति, स प्रेष्यः ।
સ્વામી જ્યાં મોકલે ત્યાં જાય તે શ્રેષ્ઠ કહેવાય. પ્રેષ્ય, દાસ, સેવક, કિંકર આ ચારેયના અર્થમાં ફરક છે.
તમે તૈયાર ખરા ? મહાવિદેહ માટે તૈયાર થઈ જાવ, પણ નરક માટે તૈયાર થાવ ? કદાચ ભગવાન ત્યાં જવાનો આદેશ આપે. .
પ્રભુના શ્રેષ્ઠ બનવા માટે મનની આવી ભૂમિકા હોવી જોઈએ : સ્વામી જ્યાં મોકલે ત્યાં જવા તૈયાર છું.
ગુરુએ આદેશ આપતાં સાપને પકડવા જતાં શિષ્યને ખૂંધ સીધી થઈ ગઈ. પછી ગુરુએ અટકાવી દીધો.
માજ્ઞા પુરૂUTIFવિચારયા અજૈનોમાં વાત આવે છે :
રાત્રે નાગદેવતા શિષ્યનું ખૂન લેવા આવે છે. ગુરુએ આ જાણી લીધું.
છરી લઈ છાતી પર ચડીને ખૂન કાઢીને નાગદેવતાને પીવડાવ્યું. નાગદેવતા જતા રહ્યા.
- સવારે શિષ્યને પૂછ્યું : તને ક્યો ભાવ પેદા થયો, જ્યારે હું તારી છાતી પર ચડી બેઠો હતો ?
“આપ મારા ગુરુ છો, યોગ્ય લાગે તે કરી શકો છો શિષ્ય જવાબ આપ્યો. પછી ગુરુએ આત્મસાક્ષાત્કારની વિદ્યા આપી. આવી ભૂમિકા આપણી ખરી ?
(૨) દાસ : જૂના જમાનામાં દાસ-દાસી તરીકે માણસો વેંચાતા.
ચંદનાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે.
ખરીદીને જ લીધેલો હોય તે ‘દાસ’ કહેવાય. આજની ભાષામાં ગુલામ. ચીત: વાસ: . એના શરીર પર નિશાની કરવામાં આવે. જીવનભર એ દાસપણું કરે.
ઉત્તમ દાસ = ળજ સેવાયાં નિપુOT | કયા ટાઈમે સ્વામીને શું જોઈએ ? તે સ્વામીને કહેવું ન પડે.
દુનિયાના દાસ ઘણીવાર બન્યા છીએ, પ્રભુના દાસ કદી નથી બન્યા. પ્રભુનો દાસ બને તેની દાસ દુનિયા બને. ૩૩૬ * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
* * કહે