________________
હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં ધ્યાનવિધિ બતાવી છે.
નાભિમાં ૧૬ પાંખડીવાળું કમળ, અ થી અઃ સુધીના અક્ષરો ત્યાં સ્થાપવા.
હૃદયમાં ૨૪ (વચ્ચે કર્ણિકા સહિત) પાંખડીવાળું કમળ, ક થી મ સુધીના અક્ષરો ત્યાં સ્થાપવા. વચ્ચેની કર્ણિકામાં ‘મ’ની સ્થાપના કરવી.
મુખ પર ૮ પાંખડીવાળું કમળ, ય થી હ સુધીના અક્ષરો ત્યાં સ્થાપવા. આમ ધ્યાન ધરવાનું છે.
પછી સોના જેવા ચળકતા અક્ષરો તમને ફરતા દેખાશે. બાળક જેવું છે મન એને રખડવું બહુ ગમે. એવા મનને કહી દેવું. તારે રખડવું હોય તો આ ત્રણમાં જ રખડજે. (૧) વર્ણ : પ્રભુના નામમાં ૨મજે.
(૨) અર્થ : પ્રભુના ગુણમાં ૨મજે.
-
(૩) આલંબન : પ્રભુની મૂર્તિમાં ૨મજે.
આ ત્રણને ચૈત્યવંદન ભાષ્યમાં આલંબનત્રિક કહેવાયું છે. નવકાર ગણનારને પૂછું છું : આનાથી તમને ગુરુ પર બહુમાન વધ્યું ? ગુરુ દ્વારા તમને ભગવાન પર પ્રેમ વધ્યો ?
બે પ્રકારની ઉપાસના :
(૧) ઐશ્વર્યોપાસના ઃ પ્રભુના ઐશ્વર્યનું અને ગુણોનું ચિંતન. જ્ઞાનાતિશયાદિ ચાર અતિશયો, અષ્ટપ્રાતિહાર્યાદિનું ચિંતન.
કોઈ મોટા શેઠ કે નેતા સાથે સંબંધ બાંધવાનું તમને ગમે ને ? પણ ભગવાનથી મોટા ઐશ્વર્યવાળા બીજા કોણ છે ? તો પછી પ્રભુ સાથે જ સંબંધ બાંધોને ?
પ્રભુ સાથે મધુર સંબંધ બાંધવા જેવો નથી ?
(૨) માધુર્યોપાસના : પ્રભુ સાથે મધુર સંબંધ બાંધવો એ જ માધુર્યોપાસના !
અરવિંદ મિલનું કાપડ ક્યાંથી પણ લો, એ જ હશે ! સારૂં - શ્રેષ્ઠ ક્યાંયથી પણ મળે, એ પ્રભુનું જ છે. ચાહે એ કોઈપણ દર્શનમાં હોય !
ઘણીવાર મને થાય : આ બધા વક્તાઓની સામે
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
* ૩૩૧