________________
‘ન ક્ષતિ કૃતિ અક્ષરમ્' એવી અક્ષરોની વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે કે અક્ષરો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાના છે.
ભગવાને માત્ર ભૂલાઈ ગયેલી આ વાતને પ્રગટ કરી. ભગવાન ઋષભદેવ આ જગતના સૌથી પહેલા શિક્ષક છે.
જો એમણે સભ્યતા, શિક્ષણ અને સંસ્કૃતિની સ્થાપના ન કરી હોત તો માનવ-જાત આજે જંગલી હોત ! માનવને સભ્ય બનાવનાર આદિનાથજી હતા.
અક્ષરોમાંથી જ બધું જ્ઞાન ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર, કોઈ પણ ધર્મદેશના કે કોઈ પણ પ્રકારનું પુસ્તક આ અક્ષરોના માધ્યમથી જ પ્રગટ થાય છે. માટે જ વર્ણમાલાને જ્ઞાનની માતા કહી છે.
વર્ણમાતાની ઉપાસના કરનારો જ નવકારમાતાને મેળવી શકે, ગણી શકે, પામી શકે.
નવકા૨માતાની ઉપાસના કરનારો જ અષ્ટપ્રવચન રૂપ ત્રીજી ધર્મમાતાને મેળવી શકે.
ધર્મમાતાને મેળવનારો જ ત્રિપદીરૂપ ચોથી ધ્યાનમાતાને મેળવી શકે.
માટે ‘શોમા નરાળાં...' એ શ્લોકમાં ચા૨ માતાનો આ ક્રમ બતાવ્યો છે.
તીર્થંકરો પણ કેવળજ્ઞાન પામ્યા પછી કેવળજ્ઞાન દ્વારા ધર્મદેશના નથી આપતા, શ્રુતજ્ઞાનરૂપ આ વર્ણમાતાથી ધર્મદેશના આપે છે. હું કે તમે જે બોલો છો તે વર્ણમાતાનો પ્રભાવ છે.
ક્રોધના જય વિના, ઉપશમની પ્રાપ્તિ વિના ચોથી ધ્યાનમાતા મળી શકે નહિ. પરમાત્માનો અનુગ્રહ હશે કે અમારી માતાનું નામ જ ક્ષમા હતું. માત્ર નામ જ નહિ, મૂર્તિમંત ક્ષમા જ હતા. કદિ મેં એમનામાં ગુસ્સો જોયો નથી. નામ પ્રમાણે ગુણો ન આવે તો માત્ર આપણે નામધારી છીએ, ગુણધારી નહિ.
પ્રથમ માતાની (વર્ણમાતાની) ઉપાસના માટે ** કહે કલાપૂર્ણસૂરિ-૧
330