________________
છે જેના પર તમને બહુમાન થયું એ વસ્તુ તમારી થઈ ગઈ.
ગુરુ પર બહુમાન તો ગુરુ તમારા. ભગવાન પર બહુમાન તો ભગવાન તમારા.
ભલે ભગવાન કે ગુરુ ગમે તેટલા દૂર હોય, પણ બહુમાન નજીક લાવી આપે છે. ભગવાન કે ગુરુ ગમે તેટલા નજીક હોય, પણ બહુમાન ન હોય તો તેઓ આપણાથી દૂર જ છે.
અમારા જમાનામાં ૧૦ આને કિલ્લો ચોખ્ખું ઘી મળતું. આજે ડાલડા ઘી પણ ન મળે. શુદ્ધ ઘી આયુષ્યનું કારણ કહેલું છે. “વૃતમાયુ:” એ આયુર્વેદનું પ્રસિદ્ધ વચન છે.
ઘી જ આયુષ્ય છે, એટલે કે આયુષ્યનું કારણ છે. કારણમાં અહીં કાર્યનો ઉપચાર થયો છે, તેમ ગુરૂ પરનો વિનય (બહુમાન) મોક્ષ છે એમ પંચસૂત્રમાં કહ્યું છે.
- ચામડાની આંખ ઉપર છત જુએ, બહુ-બહુ તો સૂર્ય-ચન્દ્ર અને તારા જુએ, પણ શ્રુતચક્ષુ – શ્રદ્ધાચક્ષુ તો, ઉપર સિદ્ધશિલા જુએ.
. दूरस्थोऽपि समीपस्थो,यो यस्य हृदये स्थितः । समीपस्थोऽपि दूरस्थो, यो न यस्य हृदि स्थितः ॥
ગોશાળો ભગવાનની નજીક હતો, સામે ચડીને શિષ્ય તરીકે રહ્યો હતો, છતાં દૂર જ હતો. કારણ બહુમાન ન્હોતું. સુલસા, ચંદના વગેરે દૂર હતા. નિર્વાણ-સમયે ગૌતમ સ્વામી દૂર હતા, છતાં નજીક કહેવાય. કારણ કે હૃદયમાં બહુમાન
હતું.
ટ્રીન... ટ્રીન... ટ્રીન... ઘંટડી વારંવાર વાગે એટલે ફોન તમારે ઉપાડવો જ પડે. “નમો અરિહંતાણં... નમો અરિહંતાણં' રૂપી ઘંટડી સતત વગાડતા જ રહો. ભગવાન આપણો ફોન ક્યારેક તો ઉપાડશે જ. હા... એ માટે અપાર પૈર્ય જોઈએ.
(બધાને નવ લાખ જાપ માટે રોજ પાંચ બાધી નવકારવાળીની બાધા અપાઈ)
તમારે ત્યાં બે-ચાર વાર ઘંટડી વગે ને તમે ફોન ઉપાડો
કહે
ઝ
ઝ
ઝ
=
=
=
=
=
= =
૩૨૯