________________
શશીકાન્તભાઈ : અમને તો ટપાલી પર પ્રેમ છે.
ઉત્તર : અમે એવા ટપાલી છીએ કે લાવીએ ખરા, પણ પહોંચાડી નથી શકતા.
ભાવાવેશ અને ધ્યાનાવેશમાં સ્થળ + કાળ ભૂલાઈ જાય છે. તમને અહીં તમારું ગામ, તારીખ વગેરે કાંઈ યાદ આવે છે ?
ભાવાવેશ અને ધ્યાનાવેશ ભક્તિથી મળે છે.
ભગવ” ! આપ કેમ ઢીલ કરો છો આપવામાં ? હું ઉતાવળો છું. તમે ધીમા છો. આમ કેમ ચાલશે ?' એમ ભક્ત કહે છે.
ભગવાનના આગમો વાંચો અને તમને ભગવાન પર પ્રેમ ન જાગે એવું ન બને.
- ગુરુમાં ભગવદ્ બુદ્ધિ જાગે તેને ભગવાન જલ્દી મળે. પંચસૂત્ર-૪માં
ગુરુવારે મોવલ્લો' લખ્યું છે.' 'गुरुभक्तिप्रभावेन तीर्थंकृद्दर्शनं मतम्' ॥ એમ યોગદષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે.
- સાંભળતાની સાથે જ યાદ કેમ ન રહે ? રસ અને એકાગ્રતાપૂર્વક સાંભળો તો યાદ રહે. અમેરિકા કે યુરોપ ફોન જોડ્યો હોય, કોઈ મહત્ત્વના સમાચાર હોય તો યાદ રહે કે નહિ ? એટલી જ લગનીથી અહીં સાંભળો તો ?
- યક્ષા, યક્ષદત્તા વગેરે સ્થૂલિભદ્રની સાત બહેનો ક્રમશ: એક, બે વાર સાંભળીને યાદ રાખી લેતી હતી, સાતમી બેન સાત વાર સાંભળે ને યાદ રહી જાય. મોટી બેન એકવાર સાંભળે ને યાદ રહી જાય.
સાંભળીને યાદ રાખવાની પરંપરા ભગવાન મહાવીર પછી વર્ષો સુધી ચાલતી રહેલી.
બુદ્ધિ ઘટી એટલે પુસ્તકોમાં બધું લખાયું. વધતા જતા પુસ્તકો, વધતી જતી બુદ્ધિની નિશાની નથી, પરંતુ ઘટતી જતી બુદ્ધિની નિશાની છે, એમ માનજો.
અહીં તમારે એ રીતે યાદ રાખવાનું છે.
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧