________________
સમજું છું કે તમને કંઠસ્થ કરવું ગમતું નથી, વ્યાખ્યાનો તમને એટલે જ ગમે છે ને ? કાંઈ જ પાકું કરવાનું નહિ ! વ્યાજ વિના જ મૂડી લઈ જવાની ! ભરપાઈ કરવાની ચિન્તા જ નહીં.
મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. વાણીની શોભા ગુરૂ અને દેવની ભક્તિ છે. ભક્તિની શોભા સ્ત્ર અને પરનો બોધ છે, બોધની શોભા સમતા અને શાન્તિ છે.
(૧) વાણી : મનુષ્યની પ્રથમ શોભા વાણીથી છે. આપણે વાણીનો કેવો વ્યર્થ બગાડ કરીએ છીએ ! જો વાણીનો દુરુપયોગ કરીશું તો એવી ગતિમાં (એકેન્દ્રિયમાં) જવું પડશે, જ્યાં વાણી નહી હોય ! આ પદમાં વાણીથી વર્ણમાતૃકા આવી.
(૨) ભક્તિ : વાણી પણ જો ભક્તિ-રહિત હોય તો વ્યર્થ છે. ભક્તિ એટલે “નમો’ ! નમસ્કારભાવ ! એના વિશેષ અર્થો જાણવા પૂ.પં. ભદ્રંકરવિ. ના પુસ્તકો વાંચી લેવા. નમોના અર્થોમાં આખી જીંદગી ચાલી જાય તો પણ પૂરા ન થાય. “નમોમાં ઈચ્છા - સામર્થ્ય અને શાસ્ત્ર - ત્રણેય યોગો રહેલા છે. “નમોમાં શરણાગતિ, દુષ્કૃતગર્તા, સુકૃત - અનુમોદના - ત્રણેય પૂ.પં. ભદ્રંકરવિ. એ ઘટાડેલા છે. નમો”માં સભ્ય દર્શન ભળે તો જ ભાવ નમસ્કાર મળે.
ગણધરો તો અતિ ઉચ્ચ કક્ષાના છે. એમનો તો નમસ્કાર થઈ ગયો, છતાં “નમો અરિહંતાણં' શા માટે બોલે ? પોતે જ્યાં છે તેથી પણ ઊંચી ભૂમિકા મેળવવા માટે !
“નમો” દ્વારા નવકારમાતા સૂચિત થાય છે. જ્ઞાન વધે તેમ ભક્તિ વધવી જોઈએ.
(૩) સ્વ-પરાત્મ બોધ : આ ભક્તિની શોભા છે.
નવકારના સાધકને સ્વ-પરનું ભેદજ્ઞાન અવશ્ય હોય, આ જ સમ્યગ દર્શન છે, એનું બીજ ભક્તિ છે, નમો છે.
લાડ માટે ત્રણ ચીજ જોઈએ. ગોળ, ઘી અને લોટ ! ત્રણમાંથી એક ચીજ બાકાત રાખીને લાડુ બનાવો ભલા ! ઘી ન રાખો તો કુલર થાય, લોટ ન રાખો તો રાબડી થઈ જાય, પણ લાડુ ન થાય.
કહે કલાપૂર્ણસૂરિ-૧ =
*
* * *
* *
* * * * * ૩૧૯