________________
खीमईबेन धर्मशाला में चातुर्मास प्रवेश, પાલીતાળા, જ્યેશુ. ૨૦,વિસં. ૨૦૬
ભાદરવા વદ ૭ ૦૧-૧૦-૧૯૯૯ : સવાર
અનંતા જન્મો સામે આ એક જન્મની લડાઈ છે. પાપો જે જનમોજનમના એ બધાનો ક્ષય આ એક જ જન્મમાં કરવાનો છે. કઈ રીતે થઈ શકે ?
બહુ અઘરૂં છે, એમ નહિ માનતા. અનંતાનંત પાપોનો ઢેર એક જ જન્મમાં શી રીતે વિલીન થશે ? એમ માનીને ગભરાઈ નહિ જતા. અંધારૂં ગમે તેટલું જૂનું હોય કે ગમે તેટલું મોટું હોય, એને ભગાવવા પ્રકાશનું એક કિરણ બસ છે. પ્રકાશ આવે ને અંધકાર જાય, તેમ ધર્મ આવતાં જ અધર્મ જાય, અધર્મ - પાપ અંધકાર છે તો ધર્મ પ્રકાશ છે. અંધકારને દૂર કરતાં પ્રકાશને કાંઈ વર્ષો નથી લાગતા. એક જ ક્ષણનું કામ છે એ તો. કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં કાંઈ વધુ વાર નહીં લાગે. માત્ર અન્તમુહૂર્તનું કામ છે. ક્ષપકશ્રેણિના એ અન્તર્મુહૂર્તમાં અનંતા પાપકર્મો બળી જાય.
લુણાવા (વિ.સં. ૨૦૩૨)માં ધ્યાનવિચાર પર લખવાનો અવસર આવ્યો. કલમ હાથમાં લીધી, પણ લખવું
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
૩૧૩