________________
આત્મામાં જુએ છે, તે પરમાત્મા છે.
આપણે પરમાત્માને પણ પૂર્ણ માનવા તૈયાર નથી, પરંતુ પરમાત્મા આપણને પૂર્ણ માનવા તૈયાર છે, એટલું જ નહીં, તેઓ આપણને પૂર્ણરૂપે જોઈ જ રહ્યા છે.
નવકારમાં અનંત અરિહંતાદિની સંકલ્પ-શક્તિ ભળેલી છે. માટે જ તે શક્તિનો સ્રોત છે. એનો જાપ કરવાથી, આપણો સંકલ્પ નબળો હોય તો પણ અસર થાય જ.
નવકાર ગણો... ગણ્યા જ કરો. એકાગ્રતા નવકાર જ આપશે, પ્રભુ જ આપશે. આપણો પુરુષાર્થ ગૌણ છે. પ્રભુ કૃપા મુખ્ય છે. એમ માનીને સાધના કરો. મંત્ર તેને જ ફળે, મંત્ર અને મંત્રદાતા પર જેનું હૃદય વિશ્વાસ ધરાવતું હોય. નવકારમાં પ્રભુની તાકાત જોવા શ્રદ્ધાની આંખ જોઈએ. ચામડાની આંખથી અક્ષરો સિવાય કશું જ નહિ દેખાય. નવકાર કે પ્રભુના ગુણો ગાનારા આપણે કોણ ? માનતુંગસૂરિ જેવા કહેતા હોય : ‘બાળક સાગરમાં પ્રતિબિંબિત ચન્દ્રને પકડવા મથે, તેમ મારો આપની સ્તુતિ માટેનો પ્રયત્ન છે.' તો પછી આપણે કઈ વાડીના મૂળા ?
આ વખતે તો નક્કી કરો ઃ પ્રભુના દર્શન કરવા જ છે. સભા : ‘આપ દર્શન કરાવી દો.’
‘ભોજન જાતે કરવું પડે છે. તમારા તરફથી બીજો કોઈ ભોજન કરી શકે નહિ, સમર્પણ-ભાવ આપણે કેળવવો પડે. બીજો કેળવે તે ન ચાલે. આપણે સમર્પણ કેળવીશું તો પ્રભુ અવશ્ય દર્શન આપશે જ. તમારૂં હૃદય અહંકારથી જ્યાં ખાલી થયું ત્યાં અહંનો પ્રકાશ પ્રગટ્યો સમજો. જે ખાલી બને છે તે જ ભરાય છે. તમારા હૃદયમાં સળગતો અહંકારનો દીવો ઓલવી નાખો. પરમાત્માની ચાંદની તમારા હૃદયમાં ઝળકશે. સ્વને અહંકારશૂન્ય બનાવવું, એ જ સમર્પણભાવ છે. એ જ સાધનાનું રહસ્ય છે.
જગતના જીવો સાથે આપણો સૌથી મોટો સંબંધ જીવત્વનો છે. એથી વિશેષ બીજો કયો સંબંધ હોઈ શકે ? આપણો સંબંધ માત્ર પરિવાર પૂરતો છે. પિરવાર સાથેનો એ
કહે કલાપૂર્ણસૂરિ-૧
* ૩૧૧