________________
શુભધ્યાનની ધારાથી તરત જ ધોવાઈ ગયા, થોડી જ વારમાં કેવળજ્ઞાન થઈ ગયું.
સ્થડિલ વિધિ :
સ્થડિલની શંકા સમય પર થાય તે આગમની ભાષામાં કાલસંજ્ઞા' કહેવાય. કસમયે લાગે તે “અકાલસંજ્ઞા' કહેવાય.
પૂ. પ્રેમસૂરિજી એકાસણું કરીને ૧૫ વાગે બપોરે જ બહાર જતા. હું પણ એકવાર સાથે ગયેલો.
કૃમિના રોગીએ છાંયડામાં બેસવું. છાંયડાવાળી જગા ન મળે, કદાચ તડકે બેસવું પડે (સ્પંડિલ રોકવાનું નથી. એ રોકવાથી આયુષ્ય ક્ષય થાય. એ વખતે ભલે ન જણાય, પણ થોડું તો આયુષ્ય ખૂટે જ) તો થોડીવાર સુધી છાંયડો કરીને ઉભા રહે.
૪ ભક્તિ : કોઈ માણસ એટલો ચોંટીને બેસી જાય કે જલ્દી ખસે જ નહિ. આપણને એમ થાય : જલ્દી ખસે તો સારું !
પણ ભગવાન એ રીતે નારાજ નહિ થાય, જો ભગવાનને પકડીને તમે બેસી જશો તો.
નિશદિન સૂતાં જાગતાં, હૈડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂર રે...' પણ તમે પ્રભુને નહિ, પૈસાને પકડીને બેઠા છો.
પૈસા જ્યાં પ્રતિષ્ઠિત થયેલા હોય ત્યાં પ્રભુ શી રીતે પ્રતિષ્ઠિત બની શકે ?
જેસલમેર, નાગેશ્વર આદિના સંઘોમાં જે હશે તેમને ખ્યાલ હશે. રોજ એકાસણા. ૧/૨ વાગે એકાસણું કરવાનું. ક્યારેક ત્રણ પણ વાગી જાય. તે વખતે પણ હું પ્રભુને ભૂલ્યો નથી. ચાહે બે કે ત્રણ વાગ્યા હોય, ત્યારે પણ શાંતિથી ભક્તિ કરતો.
આવી ભક્તિથી ચેતના ઊર્વીકરણ પામે. નવા-નવા ભાવો જાગે એનાથી આગળ - આગળનો માર્ગ સ્વયં - સ્પષ્ટ બનતો જાય. પ્રભુ સ્વયં માર્ગ બતાવે. પ્રભુને બરાબર પકડી લો. બધી જ સાધના તમારા હાથમાં છે. તમારી બધી ચિંતા
કહે
#
#
#
#
#
#
#
#
#
#
#
# ૨૯૯