________________
પંન્યાસજીશ્રી, ગણિ
શું લખું ?
તમારો પત્ર મલ્યો. વેદના-સંવેદના જાણી. હાથ ધ્રૂજે છે. હૈયું ગદિત છે. આંખો ભીગી ભીગી. શ્વાસે-શ્વાસે યાદ.
ક્ષણે-ક્ષણે પલે-પલે યાદ.
કોઈ પણ વસ્તુ હાથમાં લઉં યાદ. કોઈ પણ ક્રિયા કરું યાદ.
મંદિરમાં જાઉં... ‘પ્રીતલડી' બોલું, હૈયું ભરાઈ
જાય... કંઠ રૂંધાઈ જાય...
વાત્સલ્યભર્યું હૃદય...
કરૂણા વરસતી આંખો...
હાસ્ય વેરતું મુખ... સતત આંખો અને અંતર સામે જ તરવરતા રહે છે.
સવારે પ્રતિક્રમણ કરું... અરે સંથારામાંથી ઉઠું અને યાદ શરૂ. સંથારામાં લેટું પણ ઉંઘ તરત ન આવે. ન ભૂલાય છે, ન વિસરાય છે.
બે દિવસ સતત-સતત આવ-જા અને કાર્યવાહીના કારણે હૃદય ઉપર પત્થર રાખીને ફરજ બધી બજાવી, પણ મન જ્યાં વાતોથી - કામથી નવરૂં પડે અને રડે !
મારા હૃદયમાંથી જાણે કંઈક એવું ખોવાઈ ગયું હોય તેમ શૂન્ય થઈ ગયું છે.
હૃદય-મન-મગજમાં સતત ગુરૂદેવ જ છે, છતાં તેમની દૃષ્ટિવિષયક ગેરહાજરીએ હૃદય-મન-મગજને શૂનકાર બનાવી મૂક્યા છે.
કોણ મને ‘કલ્પતરૂ' કહેશે ?
કોણ ભક્તિનો મને લાભ આપશે ?
કોણ મને અડધી રાતે ખોંખારો કરીને જગાડશે ?
કોણ મને આશ્વાસન આપશે ?
રાત-દિવસ જેમના સતત સાન્નિધ્યમાં મને કેવી હૂંફ...
32