________________
| આજીવન અંતેવાસીની આન્તર-વ્યથા .
આજીવન અંતેવાસી પૂજ્યશ્રીની સાથે
પૂ.પં.શ્રી કલ્પતરૂવિજયજી, પૂજ્યશ્રીના આજીવન અંતેવાસી રહ્યા છે. સ્વયં પૂજ્યશ્રીના પુત્ર
અને શિષ્ય હોવા છતાં ખ્યાતિ છે અને લોકેષણાથી અત્યંત પર
રહ્યા છે. પૂજ્યશ્રીનું નામ ચારે બાજુ પ્રખ્યાત હતું, પરંતુ પૂ. કલ્પતરૂવિજયજી મ.નું નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે ! પૂજયશ્રીના દરેક પુસ્તકોમાં પૂ. ૫. કલ્પતરૂ
વિજયજીનું દરેક રીતે યોગદાન હોવા છતાં એક પણ પુસ્તકના સંપાદક રૂપે પણ તેમણે પોતાનું નામ રાખ્યું નથી. ( શિખરના પત્થરને બધા જુએ, પાયાના પત્થરને જોનારા કેટલા ? ફૂલ બધા જુએ છે. મૂળ જોનારા કેટલા ? ગાંધીજીને બધા જાણે છે. મહાદેવ દેસાઈને જાણનારા કેટલા ?
- વિદ્વદ્વર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજીનો પટ પૂ.પં.શ્રી મુક્તિચન્દ્રવિજયજી તથા પૂ. ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી પર આવ્યો છે, જે હૃદયની સંવેદના પ્રગટ કરે છે. વાંચતાં આપનું હૃદય પણ દ્રવિત થઈ ઊઠશે.
- પ્રકાશક