________________
લોકો જૈન ધર્મની નિંદા કરે. આ મોટું પાપ છે. ક્યાંય જગ્યા ન હોય તો લીલોતરીવાળી જગ્યા પર પણ (ધર્માસ્તિકાયની કલ્પના કરીને) બેસી શકાય, પણ સડક પર ન બેસાય.
અંડિલ વિધિ : સૂર્ય, ગામ અને પવનને પીઠ આપીને ન બેસાય.
દિવસે ઉત્તર સન્મુખ, રાત્રે દક્ષિણ સન્મુખ બેસાય.
લૌકિક વિધિનું પાલન જરૂરી છે, જેથી કોઈ નિંદા ન કરે. “આ લોકો કેવા છે ? સૂર્યનારાયણને પીઠ કરીને બેઠા છે. કાંઈ ભાન છે ?' આવું કોઈ બોલી જાય તે પરવડે નહિ.
- એક સાધુની ગોચરીચર્યા જોઈને ઈલાચી મહાત્મા કેવલી બનેલા,એ આપણે બધા જાણીએ છીએ. નટડીના ધ્યાનમાંથી પ્રભુના ધ્યાનમાં દોરી જનાર મુનિ હતા. એક મુનિ કેટલું કામ કરે ?
એક કનકસૂરિજી મહારાજે કેટલું કામ કર્યું ? અમને કનકસૂરિજીએ ખેંચ્યા છે. એમનું નામ સાંભળીને અમે આવેલા. એ માટે અમે કોઈ જોષીને પૂછ્યું નથી. રાજનાંદગાંવથી પાલીતાણા આવ્યા ત્યાં સુધી પણ નક્કી નહોતું. તેઓશ્રી પંડિત કે વકતા ભલે નહોતા, પણ આચારસંપન્ન હતા. આથી જ લબ્ધિસૂરિજી જેવાએ તેમની પ્રશંસા કરેલી.
પ્રથમ જ દર્શને મન અભિભૂત થઈ ગયેલું. વિ.સં. ૨૦૦૯માં વિદ્યાશાળામાં પ્રથમ દર્શન કરેલા. અસર મીઠી વાણીની નહિ પડે, દંભી વર્તનની નહિ પડે, તમારા આચારની અસર પડશે.
• વચનગુપ્તિ + ભાષાસમિતિ - આ બંનેના સમ્યક પાલનથી તમે આ જ જીવનમાં વચનસિદ્ધ પુરુષ બની શકો છો. ખોટું બોલવું નહિ, કોઈની નિંદા બોલવી + સાંભળવી નહિ. આટલું નક્કી કરો. પછી જુઓ – વચનસિદ્ધિ દોડતી – દોડતી આવે છે કે નહિ ?
- ભગવાન અને ગુરુને રાજી કરવા હોય તો એમની આજ્ઞાનું પાલન કરો. ગુરુકૃપા સામેથી આવી મળશે.
૨૯૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧