________________
સાગરોપમ મોહનીયની સ્થિતિ નહિ બાંધે. અભવ્ય અપુનબંધક ન બની શકે.
૦ મને ભક્તિ-જાપ-ધ્યાન વગેરે પસંદ છે, એટલે બધું હું એમાં ઘટાવું છું એવું નથી. આ જ માર્ગ છે. મહાપુરુષોને પૂછીને શોધીને મેં નક્કી કર્યો છે.
- સાધ્ય ભલે સામાયિક છે, પણ છ આવશ્યકોમાં સરળ સાધના નામ-જ૫ (ચ વિસત્યો) છે.
“અહીં સાધ્ય તો સામાયિક છે. સમતા છે, તો વચ્ચે નામસ્તવ (ચઉવિસત્થો) શા માટે લાવ્યા ?' નિર્યુક્તિમાં ઉઠાવેલો એવો પ્રશ્ન પ્રભુ-નામ-કીર્તનનો મહિમા બતાવે છે.
તીર્થકરના નામગોત્રનું શ્રવણ પણ મહાફળદાયી છે. પ્રભુના કેટલા નામ છે ? હજારો નામ છે. શક્રસ્તવ વાંચી જુઓ. જેટલા ગુણો એટલા નામો. ગુણો ન ગણાય તો નામો પણ ન ગણાય.
“પ્રભુ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી ?” ભક્ત મૂંઝાઈ જાય છે.
મદ્રાસ વગેરેમાં મારવાડી સમાજમાં પહેલી પત્રિકા આજે પણ પાલીતાણા – સિદ્ધાચલ – આદિનાથના નામ પર લખાય છે.
(મદ્રાસવાળા માણેકચંદભાઈ :
मद्रास प्रतिष्ठा के बाद अनगिनीत लोग प्रभु के दर्शनार्थे आये । अजैन लोग भी आये, पूरी रात सुबह तीन વને તવશ્વ નાફન ચાલુ ઠ્ઠી T).
પ્રભુ-નામ કીર્તનથી પ્રભુ સાથે પ્રણિધાન થાય છે. માટે જ લોગસ્સ સમાધિસૂત્ર છે, એમ કહી શકાય. માટે જ એના ફળરૂપે છેલ્લે સમાધિ માટેની માંગણી કરેલી છે :
“સમાર્વિરપુત્તમં કિંતુ ' રાયપાસેણીય, ચઉસરણપયત્રા, ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : દર્શનાચારની આથી (ચતુર્વિશતિ સ્તવથી) વિશુદ્ધિ થાય છે. સમ્ય દર્શન પ્રાપ્ત થાય છે, હોય તો વિશુદ્ધ થાય છે. સમ્ય દર્શન કદાચ ન હોય તો પણ ચિત્તની પ્રસન્નતા તો થાય જ છે.
ચઉવિસત્થાના અર્થાધિકારમાં પ્રભુ-ગુણોનું કીર્તન કરવાનું કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૨૯૧