________________
ખાંડની જગ્યાએ મીઠું નંખાઈ ગયું છે.
સાગરજી મહારાજ તો વાપરી ગયેલા. સાગરજી મહારાજ કહે : એમાં શું થઈ ગયું ? આગમથી મતિ ભાવિત બનાવેલી.
જામનગરમાં એક વખતે દૂધમાં સાકરના સ્થાને મીઠું આવી ગયેલું. હું કાંઈ ન બોલ્યો. શું થયું ? પેટ સાફ થઈ ગયું.
વાપરતી વખતે સુ... સુ..., ચબ... ચબ... વગેરે અવાજ ન થવા જોઈએ. એકદમ ઉતાવળે નહિ વાપરવું. બહુ વિલંબ પણ નહિ કરવો. કાંઈ પણ ઢોળવું નહિ.
જોગમાં તો ધ્યાન રાખો છો. દહાડો પડવાનો ભય છે ને ? હંમેશ માટે એમ હોવું જોઈએ. એટલા માટે જ જોગ છે. | વાપરતી વખતે મનથી સ્વાધ્યાય ચિંતન આદિ કરી શકાય. પૂ. દેવેન્દ્રસૂરિજીમાં જોયું : અહીંથી ત્યાં માત્રુ કરવા જાય તો પણ સ્વાધ્યાય ચાલુ ! એક પણ મિનિટ બગાડે નહિ. આથી જ રોજ ૩-૪ હજારનો સ્વાધ્યાય કરી શકતા.
ભક્તિ : ભગવાનને જગતને પાવન-પવિત્ર બનાવવાનો શોખ છે ? જેમ તમને દારૂ-તમાકુનો શોખ છે.
જ્ઞાનીઓ કહે છે : હા..., એમને શોખ છે. ક્યારથી ? ઠેઠ નિગોદથી. સ્વાર્થનું વ્યસન આપણને સૌને છે. ભગવાનને પરોપકારનું વ્યસન છે. “મા વાત્સમેતે પરર્થવ્યનિનઃ '
વખતે પણ પરોપકાર ચાલુ હોય તો તીર્થકરના ભવમાં, જ્યારે શક્તિઓ પરાકાષ્ટાએ પહોંચી છે, ત્યારે પરોપકાર કેમ ન કરે ?
દાનનું વ્યસન હોય ને પાસે ખૂબ પૈસા હોય તો કોણ દાન ન કરે ? ઓટરમલજી (મદ્રાસ) અહીં બેઠા છે. આજે જ બે લાખનું દાન કર્યું.
જમતી વખતે તમે રોટલી, શાક, મીઠાઈ વગેરે જેનું નામ લો છો, તે વસ્તુ મળી જાય છે ને ? જે વ્યક્તિને તમે બોલાવો, તે વ્યક્તિ હાજર થઈ જાય છે ને ? તો પરોપકાર પરાયણ ભગવાનનું તમે નામ લો તો તેઓ હાજર
૨૮૨
*
*
*
*
* *
*
* *
* * * * કહે