________________
આગમિક પદાર્થોને તરત જ ભૂલી જઈએ છીએ.
રાગ-દ્વેષનો ક્ષય કે ઉપશમ કરીએ તો જ કર્મબંધ અટકે. સમગ્ર દ્વાદશાંગીનો સાર છે : રાગ-દ્વેષનો ક્ષય કરી સમતાભાવનો આશ્રય કરવો.
રાગ-દ્વેષ દો ચોર લૂટેરે,
રાગ ને રીસા દોય ખવીશા, યે હૈ દુ:ખકા દિસા. તમારી પાસે માલ છે, એવી માહિતી લૂંટારાને મળે, પછી એ શું કરે ? તમારો પીછો ન છોડે. લૂંટારો, તમે ગલીમાં વળો એટલે તરત જ પકડે, તમને લૂંટે. આ રાગ-દ્વેષ પણ બરાબર મોકો જોઈ તમારા પર તૂટી પડે.
ગયા રવિવારે, નેલ્લુરમાં (મદ્રાસથી ઉત્તરે) બપોરે ખુલી ઓફિસમાં લૂંટારો આવ્યો, છરો ભોંક્યો, લોહીલુહાણ કરી લૂંટ ચલાવી ભાગી ગયો. નામ આપે તો જાનથી મારવાની ધમકી આપેલી. આના કરતાં પણ રાગ-દ્વેષરૂપ લૂંટારા ખતરનાક છે.
સાધુએ વાપરતી વખતે રાગ-દ્વેષથી ૫૨ ૨હેવાનું છે. રાગ-દ્વેષના પ્રસંગો બહુધા ગોચરી સમયે થતા હોય છે.
‘હે જીવ ! ભિક્ષાટનમાં તું ૪૨માંના કોઈ દોષથી ઠગાયો નથી તો હવે ભોજન વખતે રાગ-દ્વેષથી તું ઠગાઈશ નહિ.'
આમ આત્માને શીખામણ આપવી.
ભોજન સમયે બીજા કોઈ શીખામણ આપે તો ન ગમે, ગુરુની પણ ન ગમે. જીવ એટલો અભિમાની છે, કે કોઈની શીખ સાંભળવા લગભગ તૈયાર થતો નથી, પણ અહીં તો જીવ સ્વયં પોતાની જાતને શીખ આપે છે.
જીવ પોતાની વાત તો માને ને ?
બધા જ અનુષ્ઠાનો, જીવને રાગ-દ્વેષથી બચાવવા રખાયેલા છે. સાધુ પાસે જ્ઞાન-ધ્યાનની વિપુલ સામગ્રી હોય તો મોહ હુમલો ન કરી શકે. જે દેશ વિપુલ શસ્ત્ર સંરજામાદિથી તૈયાર હોય, તેના પર દુશ્મન દેશ હુમલો કરવાનો વિચાર કરી શકતો નથી.
કામ કામને શીખવે સ્વાધ્યાય સ્વાધ્યાયને શીખવે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
* ૨૦૩