________________
આપણે સહજ સ્વભાવમાં સ્થિર થઈએ. તે વખતે આપણે સિદ્ધો સાથે મિલન કરી શકીએ. ત્યારે ભક્તને એમ લાગે છે : મારી પ્રેમસરિતા પ્રભુના મહાસાગરમાં મળી ગઈ છે.
નામસ્તવ (લોગસ્સ)નો મહિમા કેટલો છે તે ઉપધાનથી ખ્યાલ આવશે. તે મેળવવા તમારે કેટલો તપ વગેરે કરવો પડે છે ? તે સમજો. એનો મહિમા સમજાશે. માટે જ લોગસ્સ અને નમુત્થણે બંનેના ઉપધાન અલગ ગોઠવ્યા છે.
મહાનિશીથમાં કહ્યું છે : પ્રભુનું નામ એટલું પવિત્ર છે કે શીલસંપન્ન સાધક જો એને જપે તો બોધિ, સમાધિ અને સિદ્ધિ શીધ્ર પામે.
લોગસ્સનો કાઉસ્સગ્ન જીવનમાં આવે માટે આ બધું કહ્યું છે.
આપણા સંઘમાં ૧૦૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ન કરનારા છે. હિંમતભાઈ ૩૪૬ લોગસ્સનો કાઉસ્સગ્ગ રોજ કરે છે. એક વખત તો આખી રાત કાઉસ્સગ્નમાં કાઢેલી.
છે કે
“કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકમાં લોકોત્તર વાણી છે.
- સા. હર્ષશ્રયાશ્રી
રાધનપુર
‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકનો સ્પર્શ થતાં જ મારા એક એક રૂંવાડાઓ ખડા થતાં હૃદયમાં સાક્ષાત ભગવાનનાં દર્શન થયાં.
- સા. મોક્ષદર્શિતાશ્રી
નવસારી
પૂજયશ્રીના સુખ-દમાંથી વહેલી વાણીની ગંગા અમારી પાસે લાવીને આપે અમને પવિત્ર બનવાનો અવસર આપ્યો છે.
- સા. મૈત્રીકલાશ્રી
નવસારી બી.
૨૬૪
*
*
*
*
* *
*
*
* *
* * કહે
* કહે કલાપૂર્ણસૂરિ-૧