________________
મહા સુ. ૬ના દિવસે કરાયો. | દોઢ કરોડની બોલી ઉત્સાહપૂર્વક બોલીને હિતેશ ઉગરચંદ ગઢેચા (કચ્છ – ફતેહગઢવાલા, હાલ અમદાવાદ)એ અગ્નિદાહ આપ્યો હતો. જયારે હિતેશે કેશવા સંઘના લોકોને ધીરૂભાઈ શાહ (વિધાનસભા - અધ્યક્ષ, ગુજરાત) કુમારપાલ વી. શાહ, પોતાની સામે ૧ કરોડ ને ૪૧ લાખ સુધી બોલી બોલવાવાળા ખેતશી મેઘજી તથા ધીરૂભાઈ કુબડીઆ આદિને પણ અગ્નિ-દાહ માટે બોલાવ્યા ત્યારે હિતેશની આ ઉદારતાથી બધાય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બધું મળીને ૩ કરોડની ઉપજ થઈ હતી.
અગ્નિ-દાહના સમયે અમે લાકડીઆમાં (કચ્છમાં) હતા. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી થયા પછી લાકડીઆ નિવાસી ચીમન કચ્છી (પાલીતાણા) અમારી પાસે આવ્યા અને તેમણે અમને સમાચાર આપ્યા : કેશવણાથી શંખેશ્વર સુધી જે ટ્રકમાં પૂજ્યશ્રીના દેહને રાખ્યો હતો, તે જ ટ્રકમાં પૂજ્યશ્રીની પાસે જ હું બેઠો હતો. કારણ કે પૂજ્યશ્રીના દેહને સાચવવાની જવાબદારી મને સોપવામાં આવી હતી. ત્યારે મેં રસ્તા પર ગામોમાં જોયું : ભિનમાલ, જાલોર આદિ ગામોમાં રાતના ૧૨૧-૨ વાગે પણ પૂજ્યશ્રીના પાવન દેહના અંતિમ દર્શન કરવાને માટે માનવ – મહેરામણ ઉભરાયો હતો. મારા જીવનમાં મેં આવું દૃશ્ય ક્યારે પણ જોયું નથી. ખરેખર ત્યારે સમજાયું કે પૂજ્યશ્રી પ્રત્યે લોકોના હૃદયમાં કેવો જબરદસ્ત આદરભાવ છે.
(બબ્બે) બે - બે દિવસો પસાર થવા છતાં પણ પૂજ્યશ્રીનો દેહ જેમ વાળીએ તેમ વળી શકતો હતો. આંગળીઓ પણ વળી શકતી હતી. એક વાર તો મેં પૂજયશ્રીના હાથેથી વાસક્ષેપ પણ લીધો. સામાન્ય માણસનું શરીર તો મૃત્યુ પછી થોડા જ સમયમાં અક્કડ થઈ જાય છે. જ્યારે અહીં તો પૂજ્યશ્રીનો દેહ એવો ને એવો જ હતો. ખરેખર આ બહુ મોટું આશ્ચર્ય હતું.
અગ્નિ-દાહ આપ્યા પછી તો મારું આશ્ચર્ય ખૂબ વધી ગયું. કારણ અગ્નિ-દાહ આપ્યા પછી બે કલાક પછી ચમકતી બે
(28)